________________
વાચના
બોરીવલી પશ્ચિમ મહા વદ ૭. ૮-૨-૮૦
સિદ્ધ
સિદ્ધ ભગવાનની જ્યોતિમાં નવી સિદ્ધ જ્યોતિ મળી એ અનુપમ કેવી રીતે?
જ્યોતિ તે શુદ્ધ આત્મા; અને શુદ્ધ આત્મામાં શુદ્ધ આત્મા ભળી ગયો તે અનુપમ છે; કારણ કે આત્મા ભળી ગયા પછી, તેનો હવે વિયોગ થવાનો નથી; સંસારમાં વિયોગ થાય છે. આ તો ભળ્યા તે ભળ્યા, છૂટવાની વાત પતી ગઇ. માટે તે અનુપમ મિલન છે, કારણ કે જેની સાથે મળે તેની સાથે દુઃખ નહિ. સિદ્ધોના અને નિગોદજીવોના મિલનમાં ફરક :
પ્ર૦-નિગોદમાં પણ એક જ શરીરમાં અનંતા જીવ મળે છે, તો તે મિલન અનુપમ ન કહેવાય?
ઉ૦–ના, કારણ કે નિગોદમાં મિલન તે અનંતા દુઃખ સહવા માટે બને છે, કારણ કે એ બધા આત્માઓ કર્મો અને શરીરની ઉપાધિવાળા છે, જ્યારે અહીં સિદ્ધો ઉપાધિ રહિત છે, એટલે અનંતા સુખ ભોગવવા માટે એમનું મિલન થાય છે.
નિગોદમાં એક શરીરમાં અનંતા આત્મા ભેગા થાય છે, તે દરેકના આત્મપ્રદેશો એ એક જ શરીરના પ્રદેશો સાથે મળેલા છે. એટલે તે શરીર દ્વારા એક બીજાના દુ:ખે દુઃખી થવા માટે મિલન થાય છે. એ કેવી રીતે ? તો કે નિગોદમાં અનંતુ દુઃખ કેમ? :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org