________________
સિદ્ધ ચિંતનનો પ્રભાવ સિદ્ધ ભગવાનમાં રહેલી જગત પ્રત્યેની ઉદાસીનતા અને નિર્વિકારતા એ જ જ આપણા મૂળ આત્મસ્વભાવમાં છે, એવી જ ભાવના કરી કરી આપણા આત્માને ભાવિત કરતા રહીએ. આપણે જાણે જગત : પ્રત્યે તદ્દન ઉદાસીન (
નિસ્બત રહિત) અને ? નિર્વિકાર છીએ, એવો ભાવ કરતા રહીએ, ; અને જગતની વચ્ચે રહેતાં જે કાંઈ ઈષ્ટઅનિષ્ટ સંયોગો આવતા જાય, એ બધાને કર્મના ખાતે નાખતા રહીએ અર્થાત માનીએ કે આ બધું કર્મનું નાટક છે, જ એથી મારા આત્મામાં કશો ફરક નથી પડતો, આત્માનો એક પ્રદેશ આઘો પાછો કે ઓછોવત્તો નથી થતો, તેમ અનંત જ્ઞાનાદિ સંપત્તિમાં ય કશો ફરક નથી જ પડતો. આમ જો ભાવના કરતા રહીએ, તો આપણને સ્વર્ગીય આનંદને ટપી જાય એટલો આનંદ, અલૌકિક શાંતિ, સ્વસ્થતા, નિર્મળતા અને બળ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org