________________
ઘાટકોપર - કાંદીવલી – બોરીવલી - કોટ વગેરે જે જે સ્થળોએ આ જ્ઞાનગંગા વહેતી રહી, એ બધા સ્થળે વિશાળ શ્રોતાવર્ગમાં અજબગજબનો તત્ત્વરસ જામી પડયો.
ચાલુ વાચના-કાળે એકાગ્રપણે સાંભળનાર પૂ.મુનિ
ભગવન્તો અને આ વાચનાઓ સાંભળવા માટે અમદાવાદથી ખાસ ઉપસ્થિત થયેલ પ્રો. શ્રી લાલચંદભાઇ કે. શાહ વાચનાઓને તરત જ અક્ષરદેહ આપતા હતા.ત્યારબાદ તે પરથી એમણે વાચનાઓના અવતરણ ને અંતિમ આકાર આપ્યો. એને પૂજયશ્રીએ પોતે અનેકવિધ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તપાસી આપવાને બહુમૂલ્ય અનુગ્રહ કર્યો હતો. મુદ્રણયોગ્ય પ્રેસ કોપી તૈયાર થતાં તેના મુદ્રણ અંગેની સર્વવિધ જવાબદારી પૂ. પં. શ્રી પદ્મસેનવિજયજી ગણિએ સંભાળી લીધી. આ રીતે પૂજયશ્રી અને પંન્યાસશ્રીના અથાગ પરિશ્રમે નિર્માણ થઇ રહેલ વિશાળકાય ‘નવપદ પ્રકાશ' નામના ગ્રન્થરત્નના બીજા અંશ રૂપે સિદ્ધપદ' પુસ્તકની બીજી આવૃતિ શ્રી સંઘના કરકમળમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ અગાઉ ‘અરિહંત પદ'નું પ્રકાશન થઈ ગયું છે.
વર્ધમાન તપની ૧૦૮ ઓળીની આરાધના કરી ચૂકેલા પ્રભાવક પ્રવચનકાર વાચના-પ્રદાતા સુવિશાલ ગચ્છાધિપતિ પૂજય આચાર્યદેવશ્રીનો જૈનશાસનની રક્ષા-પ્રભાવનામાં અત્યંત મહત્વનો ફાળો · હતો. વર્ષોથી તેમનું ગંભીર શાસ્ત્રાધ્યયન તેમજ આગમ શાસ્ત્રોનું પારાયણ અને તે ઉપર સતત અન્તસ્તલસ્પર્શી માર્મિક ચિંતન-મનન આ વાચનાઓનાં પ્રત્યેક પૃષ્ઠે વાચક વર્ગને પ્રતીત થયા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org