________________
સિદ્ધ
૪૯
પૂછાય કે ‘૨ તોલાની કોણ નહિ ?' તો એ જ કહેવાય કે ‘આ કંઠી.' જો કંઠીના પોતાના ગુણ ધર્મથી કંઠી પોતે જ એ રૂપે ઓળખાય છે, કે કંઠી પોતે ૧ તોલાની ને પ્રાચીન ઘાટની,’ તો પછી ‘આ કંઠી પોતે ૨ તોલાની નહિ, આધુનિક ઘાટની નહિ,' એમ ઓળખવામાં શો વાંધો ? જો પોતે સ્વકીય ગુણ-ધર્મથી સત્ છે તો પરકીય ગુણધર્મથી પોતે અસત્ છે. પ્રસ્તુતમાં,
સિદ્ધ ભગવાનમાં અનંત ગુણધર્મ છે, તે સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવથી સત્ છે, પરંતુ પર દ્રવ્ય-પરક્ષેત્ર વગેરેથી અસત્ છે.
- કાવ્ય -
“સુ સ્વભાવ, ગુણ, પર્યાય, પરિણતિ સિદ્ધ, સાધન પરભણી”
સિદ્ધ ભગવાન કેવા છે ? તો કે સુસ્વભાવ, સુગુણ, અને સુપર્યાયની પરિણતિ યાને પરિણમન, એમને પોતાને સિદ્ધ છે, અને સાધન પરભણી' એટલે કે પરની અપેક્ષાએ સાધનરૂપ છે, સાધકતારૂપ છે, સાધવાની છે. અર્થાત્ સિદ્ધ ભગવાને એ સુસ્વભાવ વગેરે બધું પોતે સિદ્ધ કરી લીધું છે. પરંતુ પરની અપેક્ષાએ સાધક છે, પોતાનું આલંબન આપીને બીજા ભકત જીવોમાં એની સાધના કરાવે છે.
આમાં પહેલી વાત પોતે શું શું સિદ્ધ કર્યું એ આવી, દા.ત. સુસ્વભાવ, સુ-ગુણ, સુ-પર્યાય.
સુસ્વભાવ દ્વિધા : ૧. સહજ, ૨. સોપાધિક :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org