________________
૫૦
નવપદ પ્રકાશ આત્મામાં સ્વભાવ બે જાતનાઃ સહજ સ્વભાવ અને સોપાધિક સ્વભાવ (વૈભાવિક સ્વભાવ). એમાં “સોપાધિક સ્વભાવ એટલે કોઇ ઉપાધિ-ઓઠું-નિમિત્તને આધિન સ્વભાવ, દા.ત. જીવમાં રાગ-દ્વેષ, વૈષયિક સુખ-દુઃખ, ચિંતા-સંતાપ..... વગેરે સોપાધિક સ્વભાવ છે. આ રાગાદિ સ્વભાવ છે તો આત્માના જ, પણ જડ કાયાના નહિ. કાયા મડદું થાય તો એમાં કશા રાગ-દ્વેષ સુખ-દુઃખ દેખાતા નથી. મડદાંને આખું ને આખું બાળી મૂકો છતાં એમાં કશી દુઃખની હાયવોય કે પોક નથી પડતી. એમ બાળનાર પ્રત્યે મડદાનો કશો ષ દેખાતો નથી. તાત્પર્ય, સુખ-દુઃખ. રાગ-દ્વેષ, ચિંતા-સંતાપ વગેરે, એ જડના સ્વભાવમાં જ નથી. એ તો જીવનો સ્વભાવ છે. પરંતુ એ સહજ સ્વભાવ નથી, અર્થાત્ આત્માનો એ મૂળભૂત પર-નિરપેક્ષ સ્વભાવ નથી, કિન્તુ પરસાપેક્ષ સોપાધિક સ્વભાવ છે, વૈભાવિક સ્વભાવ છે.
રાગાદિ એ સોપાધિક આત્મ-સ્વભાવ એટલા માટે છે કે એ રાગમોહનીય કર્મ વગેરેનું નિમિત્ત પામીને આત્મામાં પ્રગટ થાય છે. વીતરાગ આત્માને કોઈ જ મોહનીય કર્મ રહ્યું નથી, તો એમને ગમે તેવા સંયોગમાં પણ આત્મામાં રાગ-દ્વેષ વગેરે કશું ઊઠતું જ નથી. રાગ-મોહનીયાદિ કર્મ હોય તો જ એ ઊઠે.
જો રાગાદિ સહજ સ્વભાવ નહિ, તો શું એ રાગાદિ પ્રગટાવનાર રાગ-મોહનીય-કર્મ આત્માનો સહજ સ્વભાવ છે?
ના, કર્મ-ઉદય એ પણ સોપાધિક સ્વભાવ છે. રાગાદિ કલુષિત ભાવોનું નિમિત્ત પામીને એ કર્મ આત્મા પર ચોંટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org