________________
સિદ્ધ
૬૭. સિદ્ધપદની ભાવના કેવી?
મનને એમ થાય કે “અહો ! મારે આવા સિદ્ધ ભગવાન જેવા વીતરાગ ને પ્રશાંત-સ્થિર થવાનું છે તો મારે આ રાગ-દ્વેષ- મોહ-મદ-મત્સર વગેરે કચરાં મનમાં શા ઘાલવા ? મારે અનાહારી થવાનું છે તો મારે આ વારે વારે કે રોજ ને રોજ ખા-ખા કરવાની લપ શી ? મારે સર્વથા હરખ-ખેદથી મુક્તિ લાવવાની છે, તે એવી મુક્તિ અહીં વારે વારે અભ્યાસ કર્યા વિના શે આવવાની ! તો મારે હરખ-ખેદના નાચ શા? મારે જગતથી સર્વથા અલિપ્ત-ઉદાસીન-અનાસક્ત સ્વભાવ ઊભો કરવાનો છે તો મારે જગતના ભાવો પર શી બહુ અસર લેવાની હોય ? એનાથી શું લ્હવાઈ જવાનું હોય ?”
આમ મનને વારે વારે જાગ્રત રાખે, તે મનમાં સિદ્ધ ભગવાનને રમતા રાખ્યાથી બને; ને તેથી જ વિષમ ભાવોથી બચાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org