________________
Es
નમસ્કાર કરવાનો છે.
મુનિમનમાં સિદ્ધ ભગવાન રાજહંસ જેવા કેમ ?
આ પ્રમાણે મહામુનિઓના મન-સરોવરમાં રાજહંસ જેવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ. રાજહંસથી સરોવર શોભે એમ પોતાના મનને એમાં સિદ્ધ ભગવાનને બિરાજમાન રાખી શોભિતું રાખવાનું છે. વારે વારે મનમાં સિદ્ધ ભગવાનનો વિચાર આવે, સિદ્ધોની સિદ્ધ અવસ્થા પર મનમાં મિઠાશ આવે. જીભ પર ગોળ આવતાં કેવી મિઠાશ અનુભવાય છે ! એમ મન પર સિદ્ધ અવસ્થાનો વિચાર આવતાં મનને તાજગી લાગે, ગળચટું લાગે. ત્યારે જ આત્મા સિદ્ધપદથી ભાવિત થાય; સિદ્ધના રંગે રંગાય. રાજહંસ સરોવરમાં કૂદાકૂદ કરે, મહાલ્યા ક., એમ સિદ્ધ ભગવાન આપણા મનમાં મહાલ્યા કરે, મનમાં ઓતપ્રોત થાય. મનમાં સિદ્ધ ભગવાન રહેવાથી કેવા શુભ ભાવ ?
નવપદ પ્રકાશ
મુનિઓ સિદ્ધ થવા નીકળ્યા છે, માટે મનમાં સિદ્ધ ભગવાનને વારે ને વારે લાવ્યા કરે. વળી સમજે છે કે આ જગતની વચ્ચે રહેતાં અશુભ ભાવોથી બચવું છે, તે ઊંચા સિદ્ધપદના શુભ ભાવોથી બચાય.
એ ભાવો કેવા ? વીતરાગપણું, દ્વેષરહિત પ્રશાંત સૌમ્યપણું, અનાહારિપણું, હરખ-ખેદરહિતતા, માનાપમાન-અલિપ્તતા, સર્વથા સાવઘક્રિયારહિતપણું, જગત પ્રત્યે ઉદાસીનપણું, ન લેવા દેવા, આવા બધા શુભ ભાવોથી મનને રંગાયેલું રાખવાથી જ બની શકે. મારે પણ સિદ્ધ ભગવાનના સ્વરૂપને વારે વારે મનમાં રમતું રાખવાનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org