________________
સિદ્ધ આશંસા જ કરાવી શકાય ને ? ભગવાન આગળ પ્રાર્થનાનો ડોળ શા માટે?
ઉ0- અલબત્ એમ ને એમ આશંસા કરી શકાય છે પણ પ્રાર્થનાનું જ્યારે ગણધર મહારાજે સૂત્ર મૂકયું ત્યારે એ નિષ્ફળ પ્રાર્થનાનું સૂત્ર તો મૂકે નહિ; સપ્રયોજન સફળ પ્રાર્થનાનું જ સૂત્ર મૂકે. તો અહીં પ્રાર્થના સૂત્રનું પ્રયોજન એ છે કે એમ ને એમ આશંસા કરીએ, તેના કરતાં એ મોટાની સમક્ષ જો કરીએ, તો આશંસામાં જોમ-પાવર-તીવ્રતા આવે, ને આશંસાનો ભાર માથે આવે.
દા. ત. ગુરુ આગળ જઈને વિનંતી કરીએઃ “ભગવન્ અમારો ઉદ્ધાર કરો, ત્યાગ-વૃત્તિ કરાવો” તો ત્યાં એમ ગુર આગળ કહેવાથી, ને તેમની પાસેથી કૃપા-આશીર્વાદ માગવાથી ઉદ્ધાર માટે ને ત્યાગવૃત્તિ માટે પાવર આવે છે. ત્યાગવૃત્તિનું જોર-તીવ્રતા આવે છે, તેમ એનો ભાર માથે ચડે છે. એમ સિદ્ધ ભગવંતોને ઉલ્લાસની પ્રાર્થના કરાય એથી ઉલ્લાસની આશંસા જોરદાર બને ! આશંસા-અભિલાષા જોરદાર બનવાથી ઉલ્લાસ લાવવાનો પ્રયત્ન જોરદાર થાય. એ સિદ્ધ ભગવાનના આલંબને થયું તેથી સિદ્ધ ભગવાન જ એ દનારા કહેવાય. એમ સિદ્ધ ભગવાનનું ધ્યાન, એમનું ગુણ કીર્તન થાય, એમ પ્રાર્થના-ધ્યાન-પ્રશંસાદિમાં ઉપકાર સિદ્ધ ભગવાનનો માનવાનો. સિદ્ધ ભગવંતનું આલંબન અનેક રીતે પ્રેરણા આપે છે, સિદ્ધ ભગવંતનું લક્ષ્ય આરાધનામાં ફોર્સ force આપે છે. સિદ્ધમાંથી નિર્વિકારતાનો પાવર મળે
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org