________________
મલાડ
મહા વદ ૩
૪-૨-૨૦
સિદ્ધ
(ઢાળ ઉલાળાની દેશી)
સકલ કરમ મલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી. અવ્યાબાધ પ્રભુતામયી આતમ-સંપત્તિ ભૂપોજી.'' ૧ અર્થ : સિદ્ધ ભગવંત સકલ કર્મરૂપી મળનો ક્ષય કરીને પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપી, પૂર્ણ શુદ્ધ સ્વરૂપવાળા બનેલ છે.
66
વાયના
આત્માનું પૂર્ણ સ્વરૂપ એટલે પૂરેપૂરું જ્ઞાન, પૂરેપૂરું સુખ, પૂરેપૂરા ગુણ, પૂરેપૂરી સ્વતંત્રતા.
આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે “ રાગદ્વેષ-અજ્ઞાનરહિત વીતરાગતામય અનંત જ્ઞાન-દર્શનોપયોગ.’’
શુદ્ધ સ્વરૂપની સ્પષ્ટતાઃ
આપણે કાંઈપણ દર્શન કરીએ, શ્રવણ કરીએ, કે સ્મરણ કરીએ તે જ્ઞાન છે. તેમાં સાથે રાગ દ્વેષ ભળેલો હોય છે. દા. ત. સાંભળ્યું કે ‘ફલાણા ભાઈ બહુ પૈસા કમાયા,' ત્યાં ‘હેં! એમ ?' એવું થાય છે. એ ‘હેં !' બતાવે છે કે મનને પૈસા સારા લાગે છે. પૈસા પર રાગ છે, એટલે શ્રવણથી જ્ઞાન થયું તે રાગયુક્ત થયું.
દર્શન-શ્રવણ-સ્મરણમાં જ્ઞાન રાગદ્વેષવાળું થાય તે આત્માનું મલિન સ્વરૂપ છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપ તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, તીતગગનાપ્રય ભાનતા તે પ્રતીર્થસ્તા છે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org