________________
૯૦
નવપદ પ્રકાશ
.
કહેવાય. એકવાર જીવ સમકિત પામ્યો તો ત્યાં (મોક્ષમાં નંબર લખાઇ ગયો, એમ શાસ્ત્ર કહે છે; કેમકે સમકિતી ‘વંછે શિવ સુખ એક', અને ચાહે નીકળવું, નિર્વેદ તે' કેમકે એ સાદિ અનંત મોક્ષને ઝંખે છે. શ્રાવકને જો આવા કોડ થાય તો સાધુને તો તેથીય વધુ કોડ હોય. કવિ કહે છે “સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણમો સંત રે ભવિકા”
માટે હે સંત પુરુષો ! આવા સાદિ અનંત સ્થિતિવાળા સિદ્ધોને પ્રણામ કરો જેથી તમને એ સ્થિતિ પ્રાપ્ત થાય.
- કાવ્ય -
જાણે પણ ન કહી શકે પરગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ, ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દીઓ ઉલ્લાસરે ભવિકાળ”
મોક્ષમાં કેવું સુખ ?
પહેલી વાર નગર જોઈને ગામડે ગયેલો ગામડાનો માણસ નગરના ગુણ જાણવા છતાં ત્યાં ગામડામાં નગરની ઉપમા ન મળવાથી વર્ણવી શકતો નથી, તેમ જે સિદ્ધના ગુણ કેવળજ્ઞાની સંસારમાં ઉપમા વિના વર્ણવી હકતા નથી. તે સિદ્ધ ભગવાન મને ઉલ્લાસ આપો.
કોઇ પ્રશ્ન કરે કે ‘મોક્ષમાં કેવુંક સુખ હશે ? સિદ્ધોના ગુણ કેવા ? તો તેનો જવાબ કે ‘તે ગુણો અને સુખ શબ્દોમાં ન વર્ણવી શકાય, અલબત્ત તે પામી શકાય, તેનો અનુભવ કરી શકાય, તે વર્ણવી ન શકાય. તે શબ્દાતીત છે. બહુ કરે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org