________________
૭૦ .
નવપદ પ્રકાશ - બીજો દાખલો, પૂર્વે ઝાડની ડાળીને વાળી દોરીથી નીચે કશાક સાથે બાંધી રાખી હોય તે દોરી છૂટી જાય, –દોરીના બંધનનો છેદ થઈ જાય તો ડાળી સહજ રીતે ઊંચે આવે. તેમ કર્મ-બંધનનો છેદ થઈ જતાં આત્મા ઊંચે સિદ્ધ ગતિએ પહોંચ્યો. હવે તેને ઉતારનાર કોઈ નથી, એટલે હવે તે સર્વથા ત્યાં જ રહેનારો બન્યો.
સંસારમાં ભમતો જીવ આમ તો સિદ્ધ શિલા પર તો અનંતીવાર જઈ આવ્યો પણ તે પાછો નીચે ઉતર્યો; કારણ કે કર્મના બંધન હતાં. ત્યાં સિદ્ધ ભગવંતો હતા તેમના આકાશ-પ્રદેશમાં અનંતીવાર જવા ને રહેવા છતાં કાંઈ સિદ્ધ ભગવંતના આત્મપ્રદેશનો સહવાસ ઉપયોગી ન થયો.
પ્ર0–સિદ્ધશિલા પર સંસારીજીવો કેવી રીતે?
ઉ–ત્યાં કર્મવશ ગયેલા એકેન્દ્રિય સૂક્ષ્મનિગોદના અનંતા જીવો છે; એમ સૂક્ષ્મ પૃથ્વીકાય-અપકાય તેઉકાય વાયુકાય જીવો પણ ત્યાં અસંખ્ય છે. પાંચેય સૂક્ષ્મ સ્થાવરકાય એકેન્દ્રિય જીવોથી ચૌદ રાજલોક ઠાંસી ઠાંસીને ભર્યો છે. એક પ્રદેશ ખાલી નથી, ત્યાં વ્યવહાર રાશિ તથા અવ્યવહાર રાશિ બન્નેના જીવો હોય છે તેથી સિદ્ધશિલા પર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે.
આ એકેન્દ્રિય જીવો ત્યાં મરે એટલે કર્મબદ્ધ હોઈ નીચે પણ ઊતરે, જ્યારે સિદ્ધજીવો ત્યાં પહોંચ્યા, હવે કર્મબંધન નથી એટલે કદી એમને નીચે ઊતરવાનું નથી.
તો આવી રીતે સમયાંતર અને પ્રદેશાંતરને સ્પર્યા વિના “ચરમ વિભાગ વિશેષ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org