________________
સિદ્ધ
૭૧
અવગાહન લઈ જે શિવ પોહોતા સિદ્ધ નમો તે અશેષ’
ચરમ એટલે જે સંસારનું છેલ્લું શરીર છે, તેની અવગાહનાનો ત્રીજો ભાગ બાદ કરતાં જે ૨/૩ ભાગ બાકી રહ્યો, સિદ્ધ આત્મા તે ૨/૩ અવગાહના લઇને મોક્ષે પહોંચે છે, સિદ્ધશિલા પર લોકાન્તને અડીને સ્થિર થાય છે. દા. ત. વધુમાં વધુ ૫૦૦ ધનુષની કાયાવાળા મનુષ્યો જ સિદ્ધ થાય છે. એટલે ૫૦૦ ધનુષ્યની કાયાવાળાને ત્રીજો ભાગ બાદ થઈ જતાં ૫૦૦×૨/૩=૧૦૦૦/૩ ત્રીજો ભાગ=૩૩૩૧/૩ ધનુષ્યની અવગાહના મોક્ષમાં. આ સૌથી વધુ અવગાહના છે. સિદ્ધશિલા પર સિદ્ધની અવગાહના વધારેમાં વધારે ૩૩૩૧/૩ ધનુષ્ય હોય છે.
પ્ર—પરંતુ મરુદેવા માતા પર૫ ધનુષ્યની કાયાવાળા હતા, ને પ૨૫ નો ૨/૩ ભાગ ૩૩૩૧/૩ થી વધુ થાય, તો તેનું શું ?
ઉમરુદેવા માતા બેઠા બેઠા મોક્ષે ગયા હતા, તેથી તેમની અવગાહના ઓછી થાય.
એવી અવગાહના લઇને જે મોક્ષમાં પહોંચ્યા તેવા સમસ્ત સિદ્ધ ભગવંતને હું નમસ્કાર કરું છું.
ઢાળ કાવ્ય
પૂર્વ પ્રયોગ ને ગતિપરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉર્ધ્વ ગતિ જેહની, તે સિદ્ધ પ્રણમો રંગરે.
ભવિકા”
સિદ્ધ ભગવાનની ઊર્ધ્વગતિ એક જ સમયની છે. છૂટયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org