________________
સિદ્ધ
૯૩
દા.ત. તાવ આવ્યો, ત્યારે એ સામે આવે કે ‘સિદ્ધ ભગવંત એમજ કર્મ ભોગવી ભોગવી સર્વથા કર્મરહિત બન્યા છે, તો જ એ સિદ્ધ થયા. તો મારે પણ આ રોગવેદના દ્વારા એવા જ કર્મ-રહિત બનવાનો મોકો આવ્યો. છે; માટે મારે આ દિવાળીનો સમય છે.
વળી, કયાંય ક્રોધનો અવસર આવ્યો તો વિચારાય ‘કે મારે ક્રોધ રહિત સિદ્ધ થવું છે, તો આમ જ ક્રોધને રોકતા રોકતા થવાશે. માટે અહીં ક્ષમા જ હો, ક્રોધ નહિ કરવાનો.
વળી, કયાંય પણ અપમાન-તિરસ્કાર થાય તો શું ? તો ત્યાંય જો સિદ્ધ ભગવાનનું લક્ષ્ય છે, તો એ વિચારવાનું કે જેમ સિદ્ધ ભગવંતને કોઇ અપમાન અડતું નથી, તો હું પણ પ્રચ્છન્ન-ગુપ્ત સિદ્ધ છું, તે ગુપ્ત પણ સિદ્ધતા એ મારું અસલી સ્વરૂપ છે, તો અપમાનથી મને શું ? અપમાન તો કાયાનું છે.
સિદ્ધનું લક્ષ્ય બંધાઈ જાય તો સંસારની પરિસ્થિતિમાં આત્મા જલકમલવતુ બની જાય. તેથી સંસારની ઊંચા-નીચી હૈયાને અડે નહિ, મનને નડે નહિ, એ સ્થિતિ થાય ત્યારે દુ:ખ જ ન રહ્યું, તે વખતે મહા આનંદ, મહા ઉલ્લાસ ! આ ઉલ્લાસ કોણે આપ્યો ? સિદ્ધના લક્ષ્ય, લક્ષ્યભૂત સિદ્ધ ભગવાને.
‘તે સિદ્ધ દિઓ ઉલ્લાસ’, એમ પ્રાર્થના કરવાનો હેતુ શો ? ‘‘સિદ્ધ ભગવાન, મને આરાધનાનો ઉલ્લાસ આપો'' આ પ્રમાણે પ્રાર્થના કરવાનું તાત્પર્ય એ છે, કે
રોજ પ્રાર્થના કરવાથી હંમેશાં એ માટેની આપની આશંસા, આપણી તીવ્ર અભિલાષા બની રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org