________________
નવપદ પ્રકાશ
ઉ—સિદ્ધ ભગવંત આપણી સર્વ પ્રવૃત્તિમાં જો લક્ષ્ય બની રહે તો સદાને માટે આપણને આનંદ-ઉલ્લાસ રહે, પણ કદાપિ દુઃખ થાય નહીં. આમાં લક્ષ્ય સિદ્ધ ભગવાન છે તો જ એમના-અનંત સુખ જોઇ અને આપણને મળવાનું જાણતા હોઇ આપણા મનને પાવર ચડે છે કે વર્તમાન કષ્ટ તો ઉપાધિના ઘરના છે, જ્યારે મારા આત્મામાં અનંત સુખ ભર્યા પડયા છે, ને તે ભલે અતીત અનંતાનંત કાળ સુધી પ્રગટ ન થયા, પરંતુ હવે અલ્પ કાળમાં પ્રગટ થનાર છે, તેથી મારે તો આનંદ ઉલ્લાસ જ છે.’’ સિદ્ધોને લક્ષ્ય રાખવાથી જ આ પાવર મળ્યો, અને આનંદ-ઉલ્લાસ આવ્યો, માટે એ ઉલ્લાસ સિદ્ધ ભગવાને જ આપ્યો ગણાય.
૯૨
મોક્ષ દૂર દેખાતાં નિરાશા કેમ ટાળવી ? :
પ્ર૦—ધર્મની આરાધના તો ઘણી કરીએ છીએ, પણ મોક્ષ નિકટ દેખાતો નથી, પછી ઉલ્લાસ શે રહે ?
ઉ૦–એ માટે એ વિચારાય કે ‘સિદ્ધ ભગવંતો અનંતા થઇ ગયા, પણ એવા કેટલાય સિદ્ધ ભગવંતો થવાના છે, જેમણે મોક્ષયાત્રા શરૂ કરી છે, ને તે લાંબી ચાલી છે; હજુ એમાંના કેટલાયની અપેક્ષાએ મારી યાત્રા કદાચ તેટલી લાંબી નથી ચાલી, અર્થાત્ એમને ધર્મ શરૂ કર્યા પછી કેટલાય ભવો થઇ ગયા હોય, એટલા ભવ હજી મારે નથી કાઢવા પડયા તો પછી મારે મુંઝાવાનું શું હોય ? નિરાશ શું થવાનું ?
લાંબી યાત્રાએ પણ સિદ્ધ થયેલા છે, તો હું કેમ નહિ સિદ્ધ થાઉં ?' આ સામે લક્ષ્ય છે; ને આમ સિદ્ધ ભગવંતનું લક્ષ્ય રાખીએ તો જુદી જુદી રીતે પ્રેરણા મળે; તે આ રીતે,–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org