SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ ૪૭ ભાવ પર્યાય, પરિણામ અનંત છે. કોઈને કોઈ ભાવને લઈને ગુસ્સો થઈ શકે છે, તેથી ગુસ્સાના વિષયભૂત ભાવ અનંતા. એ હિસાબે ભાવથી ગુસ્સા અનંતા. એ ન હોય, ક્ષમા હોય, તો એ પણ અનંત. અથવા ભાવથી ગુસ્સો વસ્તુમાં અનિષ્ટ ભાવ જાવવાનો. દા.ત. ચંડકૌશિક પૂર્વે સાધુ, એને નાના સાધુને ઠંડી પ્રહાર કરવાનો ગુસ્સો આવ્યો તો ભાવથી ગુસ્સો ઠંડીપ્રહાર પર. આમ જગતભરના દ્રવ્યોના અનંત કાળે અનંતા અનિષ્ટ પરિણામને લઈને અનંત ગુસ્સા; ને એના અભાવે ક્ષમા પણ અનંત. સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર અહીં કાવ્યકારે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સાથે “સ્વ' શબ્દ લગાડ્યો છે, એ પરદ્રવ્ય પરક્ષેત્ર વગેરેથી એને જુદા પાડવા માટે લગાડયો છે. જૈન શાસનની આ આગવી વિશેષતા છે. વસ્તુ સ્વદ્રવ્યાદિથી સતુ, પરદ્રવ્યાદિથી અસત્ અનેકાંતવાદઃ વસ્તુ સત્ પણ ને અસતુ પણ; વસ્તુ સ્વદ્રવ્યાદિથી સતુ, પરદ્રવ્યાદિથી અસતુ. બીજાં દર્શનો એકાંતવાદી છે, ત્યારે જૈન દર્શન અનેકાંતવાદી છે. દા.ત. બીજા કહે : સોનાની કંઠી “સત્ જ છે.” જૈન દર્શન કહે છે : “સતુ પણ છે ; અને અસતુ પણ છે.” શી રીતે ? તો કે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી “સ” છે. પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી “અસ” છે. દા.ત. કંઠીનું દ્રવ્ય સોનું, પણ પિતળ નહિ; એટલે કંઠી સોનારૂપે છે, કિન્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy