________________
૧૨૫
સિદ્ધ ઉપદ્રવમાં શું ચિંતવવું? -
ધ્યાન સિવાયના વખતે રૂપી પુગલનો સારો નરસો કશો ભાવ મનમાં લાવવાનો નહીં. દા.ત. આપણા શરીરને કોઈએ પ્રહાર કર્યો તો પોતે એમ નહિ સમજવાનું કે “હું મરાયો.” જો આવો વિચાર આવ્યો તો એ પેલો પૌગલિક ભાવ આવ્યો; પણ વિચારવાનું કે ““એ તો પાડોશી શરીર મરાયું, મારો આત્મા નહિ. હું અરૂપી છું. મારું તો કાંઈ જ પ્રહારને પાત્ર નથી. આત્મ-પ્રદેશો એવા ને એવા જ રહે છે.” આમ ચાલુ પ્રવૃત્તિમાં પણ સિદ્ધનું ધ્યાન રાખવાનું તે ય પરાકાષ્ઠા સુધી ધ્યાન વધારવાનું છે. પરાકાષ્ઠાના ધ્યાનનો ઉપાયઃ
પ્ર - પરાકાષ્ઠાના ધ્યાને ક્યારે પહોંચાય?
ઉ૦- જ્યારે કોઈ પણ જાતની પૌગલિક સગવડ, અગવડ યા તકલીફ કે ભાંજગડ મનને ન અડે, ત્યારે ત્યાં પહોંચાય.
દા.ત. “આ શરીર ક્યાં બિમાર પડયું? આ અનાડી કયાં મારી ધર્મસાધનામાં અંતરાય નાખવા આવ્યો ? આ પરીસહ ઉપસર્ગની પીડા હજી કયાં સુધી ચાલશે ?... એ માણસ ખરાબ.. કષ્ટ બહુ ભારે... અહીં મચ્છર બહું” મનને આવું કાંઇ જ ન લાગે, પણ સર્વથા અચ્છેદ્ય-અભેદ્ય-અનાસક્તપણાની ભાવનાથી સહી લેવાનું, ને અલિપ્ત રહેવાનું. દુઃખોની ભારે કસોટી આવે, તેને હોંશે વધાવાય, ત્યારે મનની ગાડી પરાકાષ્ઠાના ધ્યાનની તરફ દોડે, અને જરૂરી આ છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org