________________
૯૮
નવપદ પ્રકાશ અનંતા સિદ્ધ આત્મા સમાયા છતાંય ત્યાં કચવાટ નથી, સંઘર્ષ નથી. આપણને અથડામણ નડતી હોય તો તેનું કારણ સિદ્ધ ભગવાન નજર સામે નથી. સિદ્ધ ભગવાન અનંતા સિદ્ધોને જો સ્વમાં સમાવી લેતા નજર સામે રહે તો સાધુ મહાત્માને દ્રવ્યથી ભેળવવા એટલે આપણી જગ્યા તેમને આપી દેવાનું સહેજે બને. તથા આત્મામાં ભાવથી ભેળવવા એટલે જેવું આપણા સ્વાર્થ માટે ચિંતવીએ તેવું અન્ય સાધુના સ્વાર્થ માટે ચિંતવવાનું, એ પણ સહેજે બની આવે. આ બહુ સુંદર ઉદારતા છે. ઉદાર મનમાં જ આ આવી શકે. સામા સાધુને શી જરૂર છે? એમને અનુકૂળ છે? એમને શું સુખકારી છે? આ જ ચિંતા રહે. આપણે આપણા માટે કેવુંક ચિંતવીએ છીએ ? બસ, એ બધું પડોશી સાધુ માટે ચિંતવવાનું. એ એમને આપણામાં ભાવથી ભેળવ્યા કહેવાય.
મને આ ફાવે, મને આ ન ફાવે,” એવું ચિંતવીએ છીએ તો બીજા સાધુને માટે એવું ચિંતવીએ. આપણો આત્મા એ સામાનો જ આત્મા હોવાનું માનવાથી એને અનુકૂળ થઈ જવાય, સાધુને ભેળવી દીધા એટલે સ્વાત્મ તુલ્ય ગણી લીધા, એ આત્મા માટે જેટલું સારું થાય તેટલું કરવું.
આ બધો બોધપાઠ આ “જ્યોતિસે જ્યોતિ ભળે' આપે છે. ટૂંકમાં સિદ્ધોમાં જ્યોતિમાં જ્યોતિ ભળે છે. એ પરથી એ સમજવાનું કે બીજાને તમારામાં દ્રવ્યથી ને ભાવથી ભેળવતાં શીખો. “દ્રવ્યથી” ભેળવો એટલે એને અનુકૂળ થઈ જાઓ. તમારું બધું તેને આપી દો; અને “ભાવથી એટલે અન્યને તમારો આત્મા ગણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org