________________
સિદ્ધ
૫૩ સિદ્ધ ભગવાને આ રાગાદિના સોપાધિક (વભાવિક) સ્વભાવને હટાવી દીધો છે, અને હવે વીતરાગતાની સહજ સ્વભાવ પોતાના આત્મામાં પ્રગટ કરી લીધો છે. એવા બીજા પણ સારા અનંતજ્ઞાન-સ્વભાવ, અનંત સુખસ્વભાવ, અનંત વીર્ય-સ્વભાવ,... વગેરે સહજ સ્વભાવ પ્રગટ કરી દીધા છે. માટે કહ્યું -
સિદ્ધ કેવા? તો કે સુસ્વભાવ-પરિણતિ સિદ્ધ
અર્થાત્ સુસ્વભાવની પરિણતિ યાને શુદ્ધ સહજ સ્વભાવનો આત્મ-પરિણામ જેમણે સિદ્ધ કર્યો છે, સર્વથા પ્રગટ કરી દીધો છે. વળી સિદ્ધ ભગવાન કેવા? તો કે
સુગુણ-પર્યાય-પરિણતિ સિદ્ધ” અર્થાત્ “સુગુણ-પરિણતિ સિદ્ધ' અને “સુપર્યાય પરિણતિ સિદ્ધ.” પરિણતિ શબ્દથી મુંઝાવાનું નહિ,
પરિણતિ એટલે વસ્તુમાં પરિણામ પામી જવું, એક રસ થઈ જવું.
દુધમાં સાકર નાખી; શું થાય છે એનું? સાકર દૂધમાં પરિણામ પામી જાય છે, દૂધના અણુ અણુ સાથે એક રસ થઈ જાય છે. પછી વિભાગ ન થઈ શકે કે આ અણુમાં આટલો દૂધનો અંશ ને આટલો સાકરનો. ના, એ તો દૂધ-સાકરના અણુ અણુ એકરૂપ થઈ ગયા. આનું નામ સાકર દૂધમાં
માં
એક અંશ ને આટલુ ન થઇ શકે આ સાથે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org