________________
૫૪
નવપદ પ્રકાશ
પરિણામ પામી ગઇ, પરિણત થઇ ગઇ, દૂધ ને સાકરની પરિણતિ સિદ્ધ થઇ ગઇ. એમ અહીં સિદ્ધ આત્માને સુગુણ અને સુપર્યાય અર્થાત્ શુદ્ધ જ્ઞાન ક્ષમાદિ સદ્ગુણો અને સિદ્ધત્વ-અશરીરિત્વ-નિરંજનત્વ-નિરાકારત્વ વગેરે સત્ પર્યાય પરિણામ પામી ગયા.
ગુણ અને પર્યાય એટલે શું ?
શાસ્ત્ર કહે છે.
‘સહભાવિનો ગુણાઃ’
‘ક્રમભાવિનઃ પર્યાય:'
Jain Education International
બધા એક સાથે રહે તે ગુણો. ક્રમસર રહેનારા તે પર્યાયો. (અવસ્થાઓ)
દા. ત. ઘડામાં રૂપ-૨સ-ગંધ-સ્પર્શ એક સાથે રહે છે, તે ગુણ કહેવાય, ત્યારે ઘડામાં નવાપણું, જૂનાપણું, પાણીનો ઘડો, તેલનો ઘડો, કુંભાર-માલિકી, ઘરાકની માલિકી, વગેરે અવસ્થાઓ ક્રમસર રહે છે, માટે તે પર્યાય કહેવાય. અસલમાં ગુણ પણ પર્યાય જ છે.
કેમકે એ રૂપ, રસ....વગેરે વસ્તુની ઘડાની અવસ્થાઓ જ છે. એમાં વળી તરતમતાઓ હોય છે, દા.ત. ઘડો હમણાં ઘેરો કાળો, પછી આછો કાળો, પછી વળી એથીય વધુ ઝાંખો કાળો, તો આ પણ ક્રમસ૨ અવસ્થાઓ થઇ માટે કાળો ગુણ એ પર્યાય. પ્ર—આ તો ગુણમાં પર્યાયો થયા ને ? ગુણ પોતે પર્યાય શી રીતે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org