________________
નવપદ પ્રકાશ
અનંત-ચતુષ્કમાં બીજા ચાર કર્મના ક્ષય કેમ સમાયા ? સિદ્ધ ભગવાન ‘અનંત નાળાિિી-ચવજે
૧૨૮
સિદ્ધ ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, ને અનંત વીર્યાદિ લબ્ધિ, આ ચાર ‘શ્રી' લક્ષ્મીથી યુક્ત છે. અહીં પ્રશ્ન થાય
-
પ્ર૦- આ ચાર તો જ્ઞાનાવરણ-દર્શનાવરણ- વેદનીય -અંતરાય એ ચાર કર્મના ક્ષયના ગુણ કહ્યા, પણ બાકીના મોહનીય-આયુ-નામકર્મ-ગોત્ર કર્મના ક્ષયના ગુણ કેમ ન લીધા ?
ઉ૦ - એ બાકીના ચાર કર્મના ક્ષયથી પ્રગટતા ૪ ગુણ, વીતરાગદશા, અક્ષય સ્થિતિ, અરૂપીપણું ને અગુરુલઘુ અવસ્થા; આમાં ‘અક્ષય સ્થિતિ' એટલે જન્મ-જરામરણની પીડા નહિ, એ અનંત સુખમાં સમાવિષ્ટ સમજવું; કેમ કે અનંતુ સુખ જન્મમરણાદિ દુઃખના લેશમાત્રથી અલિપ્ત છે. અરૂપીપણું પણ કોઇ જ પૌદ્ગલિક સંયોગની પીડાવાળું નહિ, એટલે એ પણ અનંત સુખમાં સમાવિષ્ટ સમજવું. અગુરુલઘુ અવસ્થાનું પણ એમ જ સમજવું. વીતરાગતા એ અનંતજ્ઞાન-દર્શનમાં સમાવિષ્ટ છે; કેમ કે સિદ્ધ ભગવાન અનંતજ્ઞાનવાળા છે, તે જ્ઞાન વિશુદ્ધ અર્થાત્ લેશમાત્ર પણ રાગ-દ્વેષ-મોહથી ખરડાયેલું અશુદ્ધ નહિ. એમનું જ્ઞાન એટલે પ્રત્યક્ષ દર્શન છે, ને એ સરાગ દર્શન નહિ, પણ વીતરાગ દર્શન હોય છે.
આપણને વીતરાગદર્શન ગમે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org