________________
-
૪૦
નવપદ પ્રકાશ દ્રષ્ટિમાંથી ઝેર નાખનારો ! શું બાળ કે શું બુઢો, શું સ્ત્રી કે શું પુરુષ, શું માણસ કે શું પશું, શું પડ્યું કે શું પંખી; જેને દેખે તેના પર દષ્ટિમાંથી ઝેર ફેકે ! અને એવું ઉગ્ર ઝેર કે જેના પર પડયું એ તરત જ મોતના ઘાટે ! એટલો બધો ગુસ્સાથી ભરેલો, કે એની આ ખૂનરેજીમાં કશું પાછું વળીને જોવું નથી. શું થયું આમાં?
સાધુના ભવમાં કરેલા ગુસ્સાના, ચંડકૌશિકના ભવમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી મહા ગુણાકાર થયા.
ચંડકૌશિકના ભવમાં ગુસ્સાનું દ્રવ્ય', નજરે ચડેલ સ્ત્રી કે પુરુષ, યાવત્ વિર પરમાત્મા, તથા પશુ-પંખી અને લીલાં ઝાડપાન બન્યા ! (જ્યારે સાધુના ભવમાં તો માત્ર એક સાધુ પર જ ગુસ્સો થયેલો) સર્પના ભવે ગુસ્સાનું ક્ષેત્ર” દષ્ટિ પહોંચે એટલી જમીન, અને આકાશ હતા ! (જ્યારે સાધુના ગુસ્સાનું ક્ષેત્ર માત્ર ૧૦-૧૫ ડગલાં જમીન જ હતી.) સર્પને ગુસ્સાનો “કાળ' જ્યાં સુધી દાઢમાં ને દ્રષ્ટિમાં ઝેર હતું ત્યાં સુધીનો કાળ હતો ! (ત્યારે સાધુને ગુસ્સા નો કાળ માત્ર અડધો દિવસ હતો.) સાપને ગુસ્સાનો “ભાવ” મડદું પાડવા સુધીનો હતો. ! (ત્યારે સાધુને ગુસ્સાનો ભાવ બરડામાં માત્ર ૨-૩ દંડ (સોટી) પ્રહારથી ચમચમ કરાવવાનો હતો.)
આમ ચંડકૌશિકને ગુસ્સો દ્રવ્યથી કેટલો બધો મોટો? એમ ક્ષેત્ર-કાળ-ભાવથી કેટલો જંગી મોટો? હવે ક્ષમાનો વિસ્તાર જુઓ.
(૧) સ્વદ્રવ્યથી સિદ્ધમાં અનંત ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org