________________
સિદ્ધ
૧૧૯
કોઇ એક અરિહંત ભગવાન દા.ત. પ્રભુ મહાવીર ભગવાનનું પ્રતિબિંબ આપણા આત્મામાં ઉતારવાનું; એટલે જાણે મહાવીર ભગવાન આપણા આત્મામાં સંક્રમી ગયા છે, એમ ધારવાનું.
એમાં ભગવાન આપણા આત્મામાં એકમેક થઇ ગયા એટલે જાણે આપણો આત્મા જ મહાવીર ભગવાન થઈ ગયો ! એમ કલ્પવાનું; પછી એમની નિર્વિકારતા આપણામાં આવી ગઇ છે એ જોવા માટે સક્રિય નિર્વિકારતા સર્વવિરતિ અને અનાસક્તિ કલ્પવાની.
મહાવીર પ્રભુની નિર્વિકારતા આપણામાં કેમ કલ્પાય ?
સક્રિય નિર્વિકારતા કલ્પવા માટે એમ ધારવાનું કે જાણે મહાવીર ભગવાન પરના ઉપસર્ગ આપણા પર વરસી રહ્યા છે અને આપણે એમાં નિર્વિકાર રહેલા છીએ ! અર્થાત્ કોઇ જ લેશ પણ રાગ-દ્વેષ-ભય-હાયવોય ઊઠતી જ નથી, એટલા બધા આપણે જીવલેણ ઉપસર્ગમાં પણ નિર્વિકાર રહ્યા છીએ એ કલ્પવાનું.
ઉપસર્ગોમાં દા.ત. આપણા શરીરને કીડીઓ આરપાર ચટકી રહી છે, અથવા માથે પાંચ હજાર મણનું ભારે લોખંડી કાલચક્ર આપણા મસ્તક પર જોસથી પટકાય છે, એની ગાઢ વેદના ઊઠે છે, પરંતુ આપણે એને ગણકારતા નથી, લેશ પણ અરેરાટી કરતા નથી, અરે ! પ્રભુ શ્રી મહાવીર ભગવાનની જેમ દ્વેષ-ઉદ્વેગ-હાયકારો લેશ પણ કરતા નથી. અરે ! એટલું પણ મનમાં લાવતા નથી કે ‘આ ખોટું થઈ રહ્યું છે અગર ઉપદ્રવ કરનારો સારો માણસ નહિ'; એવા આપણે નિર્વિકાર રહીએ છીએ. એમ ચંદનબાળાનો અભિગ્રહ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org