________________
૫
નવપદ પ્રકાશ
સોનું જે હતું, તે કાયમ રહ્યું છે, તેથી રાજા ન ખુશી, ન નારાજ. આ રાજાની દ્રવ્યાર્થિક દ્રષ્ટિ કહેવાય. બાળકોની પર્યાયાર્થિક દ્રષ્ટિ કહેવાય. માણસ જો જગતને દ્રવ્ય-દૃષ્ટિએ જુએ, તો નકામા હરખ ખેદ ઓછા થઇ જાય. પર્યાય-દૃષ્ટિએ જુએ છે માટે જ ઘડીકમાં રાજી, ઘડીકમાં નારાજ થાય છે. એમ વસ્તુ પર બહુ રાગ થતો હોય ત્યાં પર્યાય દૃષ્ટિથી જુએ કે આ વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ છે, તેથી વર્તમાન પર્યાય પર શું રીઝવું ? કે શું ખીજવું ?
સિદ્ધ ભગવંતોને શુદ્ધ જ્ઞાનાદિ ગુણોની પરિણતિ સિદ્ધ થયેલી છે. અર્થાત્ શુદ્ધ જ્ઞાનાદિ ગુણો આત્મામાં પ્રગટ ભાવે પરિણમી ગયા છે. એમ નિરંજન-નિરાકાર, કર્મમુકત, દેહમુકત, ઇન્દ્રિયમુકત, કર્મ ફળ મુકત, વગેરે શુદ્ધ પર્યાયોની પરિણતિ સિદ્ધ છે. અર્થાત્ એ પર્યાયો સિદ્ધાત્મામાં શાશ્ર્વત્ કાળ માટે પરિણામ પામી ગયા છે. તેથી એમને હવે કયારેય ન અજ્ઞાન, ન કર્મયુકતતા, ન દેહસંબંધ, ન ઇન્દ્રિયસંબંધ, કશું થવાનું નહિ.
r
કેવી સુંદર સિદ્ધ અવસ્થા ! આત્માનું કેવુંક અજોડ અદ્ભુત નક્કર સૌંદર્ય ! આત્મતત્ત્વની શ્રદ્ધા હોય, પોતાના આત્મદ્રવ્યની શ્રધ્ધા હોય, એને આ સિદ્ધ—સ્વરૂપ જાણી ગિલગિલિયાં થાય કે · વાહ ! આવું આત્મસૌંદર્ય મારે કયારે પ્રગટે !' એ પ્રગટ થયા પછી કદીએ આવરાવાનું નહિ, નષ્ટ થવાનું નહિ, આત્માનો પ્રગટ સહજ સ્વભાવ શાશ્વત્ કાળ માટે આત્માની સાથે જડાઈ ગયેલો, અને
આત્માની જ આ વિશેષતા છે કે એને સર્વથા શુદ્ધ-સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org