________________
સિદ્ધ
બનાવ્યા પછી હવે કદી અશુદ્ધ-અસુંદર થાય નહિ.
ત્યારે જગતમાં કોઇ એવો હીરો વગેરે જડ પદાર્થ નથી કે એ સર્વથા શુદ્ધ-સુંદર બન્યા પછી એ કાયમ માટે એવો જ રહે. એ તો મલિન થાય જ. અસ્તુ.
સિદ્ધ ભગવાનને ‘સુસ્વભાવ' યાને અત્યન્ત વિશુદ્ધ સ્વભાવ, અને ‘સગુણપર્યાય' અર્થાત્ શુદ્ધ ગુણો તથા શુદ્ધ પર્યાયોની પરિણતિ સિદ્ધ છે. અર્થાત્ એ ગુણપર્યાયોની આત્માની સાથે એકમેક રૂપે પરિણમન સિદ્ધ થયેલું છે. સાધન પરભણી
૫૭
હવે ‘પર ભણી' પરની અપેક્ષાએ સાધન' = સિદ્ધ કરવાનું છે એટલે કે સંસારના જીવોમાં પણ આવું સુસ્વભાવ આદિનું પરિણમન સિદ્ધ ભગવાન સધાવી આપે છે. ધ્રુવનો તારો આલંબન આપી અંધારી રાતે નાવિકની નાવ પાર કરાવે છે, એમ સિદ્ધ ભગવાન ભવ્યાત્માને આલંબન આપી જીવનનાવ મોહસમુદ્રની પાર કરાવે છે, અને સુસ્વભાવ સિદ્ધ કરાવે છે. આલંબન એ રીતે આપે છે કે સાધક હવે પોતાના સ્વરૂપમાં સિદ્ધનું સ્વરૂપ જોઇ પોતાનામાં નિર્વિકારતા-અચલ આત્મપ્રદેશતા-અરૂપિતા વગેરેનો જાણે જાત અનુભવ કરવાનો. એ કરતાં કરતાં પરીસહો, વિઘ્નો, કર્મના ઉપદ્રવો, કર્મજનિત ઊંચા-નીચી વગેરે જરાય પોતાનું ન લાગે, તદ્દન પરની વસ્તુ લાગે.
-
· કાવ્ય -
મુનિરાજ માનસ હંસ સમવડ નમો સિદ્ધ મહાગુણી.’–૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org