________________
૧૬
નવપદ પ્રકાશ ત્યાં હતી એના કરતાં હવે ૧/૩ ભાગે ઓછી થઈ ગઈ.
દા.ત. ૩૦૦ ઘનુષ્યની અવગાહના, તે ૨૦૦ ધનુષ્યની થાય.
૩00 હાથની તે ૨૦૦ હાથની થાય.
શરીરમાં પોલાણથી આત્મામાં પોલાણ છે, શૈલેશી કરણથી પોલાણો ભરાઈ જાય ત્યાં ૧/૩ ભાગ ઓછો થઈ જાય, એટલે ૧/૩ જૂન ભાગવાળા બની ગયા.
સિદ્ધ ભગવંતો શુદ્ધ ચૈતન્યમય એટલે જ્ઞાનમય છે કાં તેમનામાંથી રાગ-દ્વેષ-અહત્વ વગેરે વૈભાવિક પર્યાય દૂર થઈ ગયા છે. આત્માના સ્વાભાવિક જ્ઞાનમય પર્યાય પ્રગટ થઈ ગયા. હવે વૈભાવિક પર્યાય દૂર થઈ ગયા, એટલે શુદ્ધ જ્ઞાન વર્તે છે.
આપણું જ્ઞાન વૈભાવિક ભાવથી અર્થાત રાગદ્વેષાદિથી કલુષિત છે ! તે જયાં વસ્તુ જોઈ કે એ સારી લાગતા જ્ઞાન રાગવાળું, ને નરસી લાગતાં જ્ઞાન દ્રષવાળું બને છે. તેથી એ જ્ઞાન શુદ્ધ નથી, અશુદ્ધ છે.
સિદ્ધ ભગવંત શુદ્ધ જ્ઞાનમય બન્યા છે. વળી એમને વર્ણાદિના પર્યાય, વેશ્યાના પર્યાય જતા રહ્યા છે, નાશ પામ્યા છે. વર્ણ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ નથી. કોઈ વેશ્યા કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પધ-શુકલ લેશ્યા નથી.
વળી સિદ્ધ કેવા છે?“સદાનંદ સૌખ્યાશ્રિતા જયોતિરૂપા. અવ્યાબાધ અપુનર્બન્ધાદિ સ્વરૂપા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org