________________
૮૨
નવપદ પ્રકાશ
આત્માના ઉપશમ ભાવને, સંયમ ભાવને કે અહિંસાદિ ભાવને પોષનાર હોય તે પ્રશસ્ત ભાવ કહેવાય. જેમ ઉપદ્રવ કરવા કોઇ આવ્યો ને તે કહે : ‘મૂક તારું સાધુપણું, નહિ તો મારી નાખીશ તને !' ત્યારે મનમાં થાય : ‘હું સંયમ તો મૂકું જ નહિ, ગમે તે થાઓને ?' આમાં ‘હું સંયમ ન મૂકું' આ વિચારમાં અહંત્વ આવ્યું, પણ આ વિચાર સંયમનો પોષક છે, માટે આ અહંત્વ પ્રશસ્ત છે.
ભગવાનની મૂર્તિ તોડવા કોઇ દુષ્ટો ગયા, ત્યાં જરૂર પડે તો તેમને ગુસ્સો બતાવવો પડે, કદાચ મેથીપાકે ય આપવો પડે, તો તે સંયમનું પોષક છે, કેમકે મૂર્તિની રક્ષા થાય તો મૂર્તિથી શ્રદ્ધા વધે ને ચારિત્ર પ્રાપ્ત થાય, દ્રઢ થાય. માટે આ ગુસ્સો એ પ્રશસ્ત કષાય.
અસંગના લક્ષ્ય પર જીવન જીતાય :
સિદ્ધ ભગવાન અસંગ બન્યા છે. તો અસંગનું જીવન-લક્ષ્ય પાકું રાખવા માટે સિદ્ધ ભગવાન સદા નજર સામે રહે. આ થાય તો બધી પ્રવૃતિમાં અસંગતાની વારંવાર સ્મૃતિ રહે; ને એ રાખીને શકય હોય ત્યાં બને તેટલા અસંગ થતા રહેવાનું કરાય.
સાધુને જો અસંગ બનવાનું લક્ષ્ય બંધાઇ જાય તો તેઓ જગ જીતી ગયા.
કષાય ઊઠવા જાય ત્યાં મનને થાય કે ‘આ સંગ વધશે ને મારે તો અસંગ-અવસ્થાએ પહોંચવું છે, માટે કષાયના સંગને હટાવતો રહેવા દે. એમાં પછી રાગ ને રતિ ય નથી રહેવા દેવી.' એમ અસંગના જાગતા ખ્યાલથી કષાયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org