________________
સિદ્ધ
૩૧ બાદશાહ અને ભયભીત ? બાદશાહ અને મોટો ભિખારી ? બાદશાહ અને ગુલામ ? આ કેટલું બધું અસંગત છે ? “મારી માતા વંધ્યા છે', “હું મૂંગો છું' એમ બોલે એ કેવુંક જુઠાણું?
બાદશાહ : “બાવાજી ? શું કહો છો ? સમજમાં નથી આવતું ! આ મોટા લશ્કર-ખજાના ને જનાનાથી હું મોટો ભિખારી ? હું ગુલામ? હું ભયભીત?”
જોગી : “હા, કહેવાતા બાદશાહ ! દેખ, (૧) તું બાદશાહ નહિ મોટો ભિખારી છે નહિતર આટઆટલું રાજય મળેલું છતાં હજી નવા રાજયની ભૂખ ઊભી છે ને ? ભિખારીની ભૂખ નાની, તારી ભૂખ મોટી.
(૨) બાકી તું બાદશાહ? એટલે માલિક? કે ગુલામ? જે માલિક હોય-પ્રભુ હોય તેને લશ્કરની-ખજાનાની કે જનાનાની અપેક્ષા રાખવી પડે ? ચશમપોશી કરવી પડે ખરી? એ તો ગુલામગીરી છે. ગુલામને બીજાના આધારે જીવવું પડે.”
(૩) વળી ભયભીત હોય તેને બાદશાહ કહેવાય ? લશ્કર કેમ રાખ્યું છે ? ખજાનો ન હોય તો ભય છે કે લ્હાવ-લશ્કર પૈસા વિના ભાગી જાય... જનાનો કેમ રાખ્યો છે ? જનાનો ન હોય તો ભય છે કે વાસના પોષાય નહિ. વળી લશ્કર દુમનમાં ભળી જવાનો ભય ? ખજાનો લૂંટાઈ જવાનો ભય ? જમાનામાં કોઈ પેસી જાય તેનો ભય ! કેટલી વાતની સતામણ? પછી આવા ભયો અને સતામણીઓવાળો બાદશાહ શાનો ? બાદશાહ તો નિર્ભીક હોય, ભિખારી ન હોય, ગુલામ ન હોય. અમે એવા સાચા બાદશાહ છીએ...(૧) અમારે કશો ભય નહિ, નિર્ભીકતા, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW