________________
૭૬
નવપદ પ્રકાશ
બસ, એ જ રીતે જીવ સર્વથા કર્મમુકત થાય એ પૂર્વ પ્રયોગ કહેવાય. એના લીધે જીવમાં સહજ ઊર્ધ્વગતિ થાય છે.
આ પૂર્વપ્રયોગથી ઊર્ધ્વગતિની વાત થઇ. (૨) ગતિ પરિણામ જ્વાળાનું દ્રષ્ટાન્ત ઃ
હવે ગતિ–પરિણામ હેતુથી એક સમયમાં ઊર્ધ્વ ગતિ થવાની વાત. એમાં અગ્નિ જ્વાળા અને ધુમાડાનું દૃષ્ટાન્ત છે, તે જોઇએ. જેવી રીતે અગ્નિમાંથી જ્વાળા નીકળે તો તે ઊંચે જ જાય છે. એને ઊંચે ધકેલનાર કોઇ પંખો વગેરે નથી. તે પણ જ્વાળા કે ધુમાડો પ્રગટ થાય ત્યારથી જ સહેજે ઊંચે જ જવાનો પરિણામ પામે છે, ન નીચે કે ન તિર્કો. જો જ્વાળા તિર્શી જનારી હોત તો તો કોઇ રાંધનારી લાકડાં સળગાવી પાસે ન બેસી શકત. તો જેમ જ્વાળા ઉત્પન્ન થતાંની સાથે જ ઊંચે જવાનો પરિણામ પામે છે, એમ જીવ કર્મ-મુક્ત થતાંની સાથે જ ઊર્ધ્વ ગતિનો પરિણામ પામે છે. માટે ઊર્ધ્વગતિ થવામાં એક સમયનો પણ વિલંબ નથી થતો. પૂછો,
પ્ર—સંસારી અવસ્થામાં કર્મથી પ્રેર્યો તેવો પરિણામ પામતો હતો, હવે કર્મ નથી તો એ શી રીતે ઊર્ધ્વગતિ પરિણામ પામે ?
ઉ—એ તેવા સ્વભાવથી પામે. જેમકે, જ્વાળા કે ધુમાડાને કોઇ પ્રેરક એટલે કે ઊંચે ધકેલનાર તત્ત્વ નથી, કિન્તુ સ્વતઃ તેવા સ્વભાવથી ઊર્ધ્વગતિનો પરિણામ પામે છે ને ? અલબત જીવ કર્મથી પ્રેર્યો તો ચારે દિશામાં કે ઊંચે યા નીચેની ગતિય પામતો હતો, પરંતુ જ્યારે અહીં કર્મમુકત થતાં ઊર્ધ્વગતિ પરિણામ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org