________________
સિદ્ધ
૭૫
એ જ પૂર્વ-પ્રયોગ, એ જ ધક્કો, એથી એનામાં ઊર્ધ્વ ગતિ થઇ સિદ્ધશિલા પર લોકાને એ પહોંચે છે.
લોકાન્તથી આગળ ગતિ કેમ નહિ !
પ્ર૦—સિદ્ધ બનેલામાં કેમ સાત રાજલોકની જ ગતિ ? કેમ માત્ર એક કે બે જ રાજલોક જેટલી ઊર્ધ્વગતિ થઈને અટકણ નહિ ? અથવા જો સાત જ રાજલોક ગતિ પછી અટકણ; તો એથી ય આગળ ગતિ કેમ નહિ ?
ઉબાણમાં પણ શું છે ? ધારેલા નિશાન સુધી જ ગતિ થઇ શકે પણ આગળ નહિ એવું નથી. જો ધારેલા નિશાનને બાણ અફળાયું ન હોત અને નિશાનની બાજુમાં ચાલ્યું હોત, તો એથી ય આગળ એ જાત; પરંતુ ધારેલા નિશાન સાથે બાણનું ટકરાવું એ આગળ ગતિને રોકે છે, એમ સિદ્ધ બનેલ આત્મામાં પૂર્વપ્રયોગથી ગતિ તો સાત રાજલોકથી પણ આગળ થવાની શકયતા હતી, કિન્તુ આગળ ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ આત્માની લોકાન્તથી આગળ ગતિને રોકે છે; તેથી એ લોકાન્તે જઇ અટકે છે.
પૂર્વ પ્રયોગમાં ચાકડાનું દ્રષ્ટાંત :
‘પૂર્વપ્રયોગ'માં શાસ્ત્ર બીજું પણ દૃષ્ટાન્ત કુંભારના ચાકડાનું આપે છે. તે આ રીતે કે –
કુંભાર પહેલાં તો ચાકડો એની ધારી પરના બખોલમાં ઠંડો ઘાલી જોરજોરથી ફેરવે છે, પછી ડંડો કાઢી લઇ બાજુએ મૂકી દે છે, એમ છતાં ચાકડો ચકર ચકર ઘૂમતો રહે છે. ઠંડો કાઢી લીધા પછી પણ આ ચાકડાની સહજ ગતિ પૂર્વપ્રયોગને લીધે અર્થાત્ પૂર્વે કરેલા ડંડાના પ્રયોગને લીધે છે એમ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org