________________
સિદ્ધ
૧ થાય ? ના, કેમકે તે જુએ છે કે આમાં મારું કાંઈ નથી, એટલે ચોપડો નફાનો લખે કે ખોટનો, પણ માત્ર જ્ઞાતા-દ્રષ્ટ બનીને. એના દિલને નફાનો કશો હરખ નહિ, કેમકે પગારમાં વધારો થવાનો નથી; તેમ અન્નદાતાને ખોટ છે માટે ખેદ નહિ. આવા શુદ્ધ જ્ઞાનના કેટલા મોટા લાભ છે !! ઉદાસીન ભાવ કેમ આવે?
જગતનાં મોટાં પ્રલોભનો અથવા જગતના મોટા ઉપદ્રવો બન્ને પ્રત્યે આત્મા ઉદાસીન ભાવે રહે, અરકત-અદ્વિષ્ટ રહે, અનાસક્ત ભાવે રહે. “તે ઉપદ્રવ મારા નથી, ને તે પ્રલોભને ય મારા નથી,' એમ માને છે.
છ માસ સુધી દુષ્ટ સંગમદેવ વળગ્યો હતો, પરંતુ મહાવીર પ્રભુને કશો ખેદ નહોતો; એ તો કષ્ટ પ્રત્યે તદ્દન ઉદાસીન હતા. એટલે કષ્ટદાતાથી ખેદ શાને થાય ? આ ઉદાસીન ભાવ લાવવા અવિકૃત દશા લાવવાની. એ શી રીતે આવે ? સિદ્ધ ભગવાનની અવિકૃત અવસ્થા નજર સામે રાખવાથી.
પ્ર–શું સિદ્ધને માત્ર નજર સામે રાખવાથી કામ થાય?
ઉ0–હા, જુઓ. ધ્રુવના તારાના આલંબને એટલે કે એને નર સામે રાખીને નાવિક રાત્રિના નાવને સમુદ્રમાં માર્ગે તરાવી જાય છે. એમ સિદ્ધ ભગવાનના નિર્વિકાર સ્વરૂપના આલંબને નિર્વિકારતાના માર્ગે આપણા મનને ચલાવી શકીએ, સાંસારિક સંયોગ-વિયોગમાંથી નિર્વિકારતાના માર્ગે મનને તરાવી શકીએ. ત્યાં હર્ષ-ખેદના પ્રસંગમાં અર્થાત અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગમાં અવિકૃત અવસ્થા લાવવાનો જશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org