________________
૬૦
નવપદે પ્રકાશ સિદ્ધપદથી મન ભાવિત કેમ થાય? - સિદ્ધપદથી મનને ભાવિત કરવાનું છે, આપણા આત્માનું જે અસલી શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું છે, તે દેખાય; પોતાનું લક્ષ્ય નજર સામે રહે; એટલે પછી આસક્તિ-અભિમાન શાના ઊઠે ? કેમકે તે શુદ્ધ સ્વરૂપમાં હર્ષ-શોક, આસક્તિ-અભિમાન વગેરે કશું નથી, નીતરતી વીતરાગતા છે. તે સ્વરૂપમાં કર્મની ઊંચા-નીચી નથી, કર્મની ઉપાધિ નથી, કર્મરહિત સિદ્ધતા છે. તે બધું પૂરેપૂરો ખ્યાલમાં રહે, તો આ દોષોથી બચાય. પૂરેપૂરા ખ્યાલમાં એટલે મન સિદ્ધના સ્વરૂપથી પાકું ભાવિત-વાસિત કરાયેલું હોય, રંગાઈ ગયું હોય; ને એમ જાણે ભાસ્યા જ કરે કે –
“શુદ્ધ જ છું. અનાદિ અશુદ્ધિઓ મારી છે જ નહિ, કર્મના ફળ મારાં છે જ નહિ, મારું તો સિદ્ધ સ્વરૂપ, એમાં પુદ્ગલની કશી અસરો શ્રીમંતાઈ કે દરિદ્રતા વગેરે નથી. એ તો પર-સ્વરૂપ છે. આયારામ-ગયારામ જેવી એ નાશવંત શ્રીમંતાઈ સન્માન, એ શાશ્વત એવા આત્માની ચીજ હોય જ શાની ? શ્રીમંતાઈ સન્માન ને મારાં માની લેવાની ભૂલ કયાં સુધી કરવી?
આત્માના મૂળ સ્વરૂપમાં તો માન-સન્માન-અપમાન કશું જ નથી. માટે જ દુનિયામાં મળતાં સન્માન કે અપમાનની કોઈ જ કિંમત નહિ, કશી જ અસર ન લે, અલિપ્ત પ્રેક્ષક બને, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા બની રહે. મુનિમની જેમ જ્ઞાતા-દ્રષ્ટા :
દા. ત. શેઠને બે લાખનો નફો થયો; મુનિમ તે ચોપડામાં લખે છે તો તેમાં શું મુનિમનો રાગ વધે? તે ખુશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org