________________
સિદ્ધ
८७
આ ભાંગે સાહિબ સંગ છોડશે નહિ. આમ આ ભાંગે સાહિબનો સંગ થઇ ગયો તે સંગ સાદિ અનંત છે. પ્રભુ આવો મારે સંગ છે તેથી ‘“ઓર ન ચાહું રે કંત’' કારણ કે બીજા સાથે કદાચ સંબંધ જોડું તો ય તે સાદિ સાંત.
પ્ર0–‘સાહિબ રીઝયો’ એટલે શું પ્રભુ રીઝે છે ખરા ? તો તો તે અવીતરાગ ઠરે !
ઉ—અહીં ‘સાહિબ રીઝયો એટલે સાહેબ મારા મનમાં અતિશય પ્રેમથી વસી ગયો; એવો વસી ગયો કે મન વીતરાગ પ્રભુથી અતિશય ભાવિત થઇ ગયું. કહ્યું છે :
..
“સાચી ભકિત રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી.''
પ્રભુની સાચી ભકિત ‘ભાવન રસ’ છે, અર્થાત્ વીતરાગ પ્રભુથી આપણો અંતરાત્મામાં ભાવિત થઇ જાય,રંગાઇ જાય, અંતરાત્મામાં ભાવિતતાનો રસ ઊભો થઇ જાય, જેમ દૂધમાં સાકરથી ભાવિત થઇ જવાનો ૨સ ઊભો થઇ દૂધ સાકરમય થઇ જાય છે, સાકરની મધુરતાથી વ્યાપ્ત થઇ જાય છે, એમ પ્રભુની વીતરાગતાથી આપણો અંતરાત્મા વ્યાપ્ત બની જાય, એ ભાવન રસ જામ્યો કહેવાય, એ જ પ્રભુની સાચી ભકિત છે. આવો રસ ઊભો થાય ત્યાં પ્રભુમય ભક્ત રીઝયો એટલે પ્રભુ રીઝયા ગણાય. ઉદાહરણ,—
રાજીમતી ને નેમનાથ.
નેમનાથ રાજીમતિને છોડીને ચાલ્યા ગયા, તો તે લૌકિક સંબંધ સાદિ સાંત થઇ ગયો, આવો ‘સાદિ સાંત' સંબંધ રાજીમતિની નેમનાથ પ્રત્યેની સાચી ભકિતથી, એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org