________________
- -
-
૧૩૪
નવપદપ્રકાશ જે “લોગસ્સ” સૂત્રનું ઉચ્ચારણ ઉભયકાળ પ્રતિક્રમણમાં અનેક વાર આવે છે, એમાં ચોવીસ ભગવાનનાં નામ બોલવાનાં હોય છે. તે વખતે દરેક ભગવાનની ચક્ષુમાંની કીકી પર ધ્યાન રાખી એમાં ઉદાસીનતા-નિર્વિકારતા જોવાની, મનથી ચિંતવવાનું કે “વાહ, કેવી ધન્ય ચક્ષુ ! એમાં આખું જગત દેખાય છે, જગતમાં દેવી-દેવતાની, માનવી સ્ત્રી-પુરુષોની, ને તિર્યંચોની બધી રમતો દેખાય; પરંતુ પ્રભુને એની કશી અસર નથી ! જેવું પ્રભુને, એવું સિદ્ધ ભગવાનોને બધું દેખાય, પરંતુ દેખાતા સાથે કશી લેણદેણ નહિ, નિસ્બત નહિ, રાગ નહિ, આશ્ચર્ય નહિ, આસક્તિ નહિ.
મનને એમ થાય કે “અરે ! અનંતજ્ઞાનના ઘણી એવા મારા આત્માનું આ જ સિદ્ધ જેવું શુદ્ધ સ્વરૂપ છે, એને આજના જડ-ચેતનના વિચિત્ર રંગઢંગ સાથે કશી નિસ્બત હોય નહિ; છતાં હું કેમ એમાં ને એમાં રંગાયો રહી ઓતપ્રોત રહું છું? મારા વિચારોમાં ય આ જડચેતનના વિચિત્ર રંગઢંગ, મારી વાણીમાં ય એ જ, ને મારો વર્તાવ એને જ લઈને ? કેવી મારી દુર્દશા !”
લોગસ્સના દરેક ભગવાનની કીકીમાં નિર્વિકારતા ઉદાસીનતા જોયા જ કરીએ, જોયા જ કરીએ, એ પણ પ્રભુને સિદ્ધ અવસ્થામાં ઘારીને, એટલે એ સિદ્ધ ભગવાનનું જ
ધ્યાન થયું. એવું લોગસે લોગસ્સે થાય, એમાં “ચઉવસંપિ જિણવરા” પદ આગળ “પિ” અર્થાત્ “પણ” - ચોવીસ પણ એટલે કે બીજા ભૂત ભાવિ જિન તો ખરા જ, સાથે આ ચોવીસ પણ” એમ કરીને આજુબાજુ અનંતા સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org