________________
૧૩૦
નવપદ પ્રકાશ તેમાં પિશબ્દ શા માટે કહ્યો છે ? હંમેશાં ‘પણ’ ધ્યાન કરો કહ્યું, તો ‘પણ' શા માટે ? એટલા માટે કે અવસર વિશેષમાં તો સિદ્ધ ભગવાનનું ધ્યાન જરૂર કરો, પણ હંમેશ માટે પણ એમનું ધ્યાન કરો.
અવસર વિશેષમાં સિદ્ધનું ધ્યાન નથી કરતા, ત્યાં ગોથાં ખાઇએ છીએ. અવસરે પણ સિદ્ધ-ધ્યાન નથી, તેથી મન પર કર્મરહિત શુદ્ધ નિર્મળ આત્મસ્વરૂપ આવતું નથી. તેથી કર્મની પીડા ઉપરાંત મનથી વધુ વિડંબાઇએ છીએ.
મનની બધી પીડા સિદ્ધના ધ્યાનથી નાશ પામે છે.
આપણે સિદ્ધને બદલે અન્ય લફરાબાજીને ધ્યાનમાં બહુ લાવીએ છીએ માટે કર્મજનિત પીડામાં વધારો કરીએ છીએ. અવસરે સિદ્ધ ભગવંતનું ધ્યાન કરતા હોઇએ, તો પીડા અડધી થઇ જાય, પોણી ઓછી થઇ જાય. મનના હિસાબ પર સુખદુઃખ વૃદ્ધિ :
આમ અવસરે સિદ્ધ ભગવંતનું ધ્યાન ન કરવાથી કર્મે આપેલ પીડા દ્વિગુણ-ચારગણી-દશગણી વધારી દઇએ છીએ. દા.ત. કોઇના ઉપર આપણને ભારે અભાવ છે. પ્રસંગવશ એના દ્વારા આપણને કર્મે આપ્યો એક તમાચો, પરંતુ એના પ્રત્યેની માનસિક ઉગ્રતાને લીધે પીડા લાગે છે દશ તમાચા જેવી ! એથી ઉલ્ટું કોઇના પર અત્યંત પ્રેમ છે, અને એના તરફથી ધક્કો કે લાત જેવું લાગ્યું, છતાં પીડા તો નહિ પણ પ્રેમ વધારે છે ! દા.ત. રાજાના ખોળામાં બાળ રાજકુમાર બેઠો બેઠો દશ લાત લગાવે તો તેની પીડા લાગતી નથી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org