________________
૧૦
નવપદ પ્રકાશ
સંપત્તિ કહી રહી છે કે હું જ્યારે કયારે ૫ જવાની, છેવટે મૃત્યુ પછી તમારી સાથે તો નહિ જ આવવાની, આ જો સમજી રખાય તો એવી સંપત્તિ પર શાનો હરખ થાય ?
હા, આત્માનું જ્ઞાન વધે, આત્માની વિરક્ત દશા વધે તો આત્માને સારું વધ્યું કહેવાય, પણ પૌદ્ગલિક અનુકૂળતાથી તો આત્માનું પુણ્ય વટાવાઈ જાય છે, પાપ વધે છે, ને સંપત્તિ જોઇ જોઇને આત્માની વિરકત દશા ઓછી થાય છે. આ જોઇને અનુકૂળતા પર હરખ ન થાય.
તેનાથી ઉલટું પ્રતિકૂળતા આવી, કોઇએ અપમાન કર્યું, કોઇએ લુચ્ચો હરામખોર કહ્યો, તો ત્યાં ખેદ ન થવા દેવા માટે તે વિચારે કે આમાં કે મારાં આત્માનું કાંઇ બગડયું નથી, સારું કાંઇ ટળ્યું નથી, તો મારે દુઃખ-અસમાધિ કરવાની જરૂર નથી.‘ એમ વિચારી ખેદ ન કરે, ચિત્તની સમાધિ સાચવી રાખે તો બહારનું બગડવા પર આત્માનું બગડવા દીધું નહિ કહેવાય.
દા.ત. સીતાને લોકોએ હલકી ગણી તો રામે તેને કાઢી મૂકી, તો પછી સીતા દુઃખી કેમ ન થઇ ? સીતાને ક્ષણવાર થયું કે “આવો ખોટો આરોપ ? ગુન્હા વિના આવી સજા ?' પણ ક્ષણ પછી થયું કે ‘ભલે' મારા આત્માને તેથી શું બગડયું છે ? આત્માને સારું થયું, પૂર્વના અશુભ કર્મ ખપી જાય છે.’
સિદ્ધનું સ્મરણ શા માટે ને કેવી રીતે કરવું ?ઃ
હરખ ને બેદની વિચારણા કાઢવા માટે સિદ્ધ ભગવંતનું સ્મરણ પ્રેરક બને છે. સ્મરણ આવી રીતે કરવું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org