________________
૧૧૦
નવપદપ્રકાશ હોવાથી, એ કોઈ દુન્યવી રૂપને મહત્ત્વ આપવાનું રાખે નહિ. તેથી એ આત્મા સિદ્ધ બની જાય છે. ગુણની ખાણમાંથી ગુણ મળે -
જેમ રત્નની ખાણમાંથી રત્ન મળે, કોલાસાની ખાણમાંથી કોલસા મળે, તેમ ગુણની ખાણસ્વરૂપ સિદ્ધ ભગવંત પાસેથી ગુણો પ્રાપ્ત થાય. સિદ્ધનું ધ્યાન કરતાં સિદ્ધ થવાય. અરિહંતનું ધ્યાન કરતાં અરિહંત થવાય.
ગજસુકુમાર જેવા મહામુનિનું ધ્યાન કરતાં મહામુનિ બનાય. ફક્ત ધ્યાન કરતાં આવડવું જોઈએ, સિદ્ધપણું કાયમી કેમ? –
ભમરીના ગુંજારવમાં મગ્ન બનેલ ઇયળ પોતાનું ઈયળપણું ભૂલી જાય છે, ને પોતે ભમરી બની જાય છે.
તેમ સિદ્ધ ભગવંતનું રટણ-સ્મરણ-ધ્યાન સતત કરવાથી પોતાનું રૂપી સંસારીપણું ભૂલી જઇ સિદ્ધ થવાય. સિદ્ધ થયા પછી તે સિદ્ધપણું કદી જાય નહીં, કેમકે એ સર્વકર્મક્ષય જનિત છે. જ્યારે, સંસારમાં એવી કશી સિદ્ધતા-સિદ્ધિ કાયમી નથી, કેમકે એ કર્મના ઉદયથી કે ક્ષયોપશમથી પ્રેરિત છે, અને તે કાયમી જેવી.
દા.ત. યશની સિદ્ધિ યશનામકર્મના ઉદયથી પ્રેરિત હોઈ એ કર્મ ક્ષીણ થયે એનો ઉદય બંધ, તો યશ પણ બંધ ! વિદ્યાસિદ્ધિ જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમથી પ્રેરિત, તે ક્ષયોપશમ બંધ પડતાં વિદ્યા-સિદ્ધિ અલોપ !
માત્ર, કર્મના સર્વક્ષયથી લાભે તે સિદ્ધિ કાયમ. દા.ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org