________________
સિદ્ધ
૧૨૭
એમને આવરે નિહ. એટલે સિદ્ધ ભગવંતને હવે કદીય કોઇ કર્મના ઉદયની વિટંબણા નહિ, કર્મ-ફળની બધીય વિટંબણાથી હંમેશાં માટે સર્વાંશે મુક્ત છે.
‘દુટ્ઠ’ એટલે દુષ્ટ યા દ્વિષ્ટ ઃ જે કેઇ દુદ્ઘ દેવા એટલે ?
પ્ર૦ – દુષ્ટ કોણ ? કર્મનાં આવરણ દુષ્ટ કે આત્મા દુષ્ટ ? આપણે દુષ્ટ ? કે કર્મ દુષ્ટ ?
ઉ૦ - ‘દુટ્ઠ'નો એક અર્થ થાય છે; ‘દુષ્ટ એટલે કે દોષિત કરનાર', ‘દોષ લગાડનાર.' દા.ત. દારૂ, એ પીનારને દોષિત કરે છે, માટે દારૂ દુષ્ટ ગણાય. અહીં ‘‘દુષ્ટ’' નો અર્થ ‘ખરાબ’ નહિ, પણ ‘ખરાબ કરનાર.’ એ હિસાબે પ્રસ્તુતમાં દુષ્ટ છે કર્મનાં આવરણ; કેમ કે એ આત્માને દોષિત કરનાર, ખરાબ કરનાર, આત્માને કલંકિત કરનાર છે. આ હિસાબે કર્મનાં આવરણો દુષ્ટ છે.
અથવા ‘દુઠ્ઠ’નો બીજો અર્થ - અર્ધમાગધી ભાષામાં દુટ્ઠ એટલે દ્વિષ્ટ. ભગવાનને ‘અરત્તદુટ્ઠ’ કહે છે ત્યાં એ જ અર્થ છે, રાગથી રક્ત નહિ દ્વેષથી દ્વિષ્ટ નહિ. આ હિસાબે જે ‘જે કોઇ દુટ્ઠ દેવા’ એટલે ‘જે કોઇ દુષ્ટ દેવો' એવો અર્થ નહિ પણ જે કેઈ વિરોધી દેવો' એવો અર્થ લેવાનો છે. ‘દ્વિષ્ટ' એટલે કે વિરોધી, દુશ્મનભૂત કર્મ. આત્મા માટે જે દ્વિષ્ટ છે, અર્થાત્ દુશ્મનભૂત (કર્મ) છે, તેનાથી મુક્ત. કર્મ આત્માના દુશ્મન એટલા માટે છે કે આત્માની સહજ સંપત્તિને આ કર્મો તદ્દન દબાવી દેનારા છે, લુપ્તશા કરનારા છે, ‘સબ કુછ તુમ્હારા, મગર હુકમ હમારા' તેથી તેમણે દુશ્મનનું કાર્ય કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org