Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૬ નવપદ પ્રકાશ જ્ઞાનીએ જે કડક સાધનાઓ બતાવી છે તે બધી જ સાધનામાં હોંશે હોંશે ઉદ્યમ થવો જોઇએ; ત્યારે આ સિદ્ધ સ્વરૂપની ભાવનાને સરળતા રહે છે. અને એમ અંતે પરાકાષ્ઠાના ધ્યાને પહોંચાય છે. બે વસ્તુ જરૂરી આવી : (૧) ઇનિષ્ટ સંયોગ-વિયોગોમાં પણ સિદ્ધ સ્વરૂપની ભાવના; ને (૨) ધર્મની ભરપુર સાધનાઓ. આ સાથે સિદ્ધનું સંભેદ-અભેદ-ધ્યાન કરાય, તો અંતે આત્મા સિદ્ધસ્વરૂપી થાય. સિદ્ધ ભગવાન કેવા છે તે હવે ‘કાવ્ય’માં બતાવે છે : કાવ્ય કમ્માવરણ-મુક્કે, નાણાઈસિરિ-ચઉછે; સમગ્ લોગગ્ગ -પયપ્રસિદ્ધે, ઝાએહ નિસ્યંપિ સમર્ગી સિદ્ધે. અર્થ :- દુષ્ટ એવા આઠ કર્મના આવરણથી સિદ્ધ ભગવંત અત્યંત મુક્ત થયા છે, અનંત જ્ઞાનાદિ-લક્ષ્મી-ચતુષ્ક વાળા છે, સમગ્રલોકના અગ્રપદ પર ઉત્કૃષ્ટ સિદ્ધ થયેલા છે, એવા સમસ્ત સિદ્ધોનું હંમેશા પણ ધ્યાન કરો.’ દુšટ્સ અનંત સિદ્ધ ભગવંત કર્મથી અત્યંત મુક્ત એટલે ફરીથી કદીયે કર્મનો સંયોગ ન થાય તેવી રીતે મુક્ત થયેલા છે. આઠ કર્મનાં આવરણો દુષ્ટ છે. તેનાથી સદંતર તે આત્મા મુકાયો. હવે કર્મનો કયારેય એક અંશ માત્ર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146