Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 133
________________ ૧૨૪ નવપદ પ્રકાશ આવે, પરંતુ પોતાને તો અનાસક્તપણાનો અનુભવ કરવાનો છે. ત્યાં વિષયાસક્તિને જગ્યા જ કયાં રહી ? જગતમાં પ્રસંગ ગમે તેવા બનો પણ પોતે શુદ્ધ જ્ઞાનનો અર્થાત્ અરક્ત-અદ્રિષ્ટ બન્યા રહી માત્ર જ્ઞાતા-દ્રષ્ટાપણાનો અનુભવ કરવાનો છે. ત્યાં સમતા કેટલી બધી ઊલસે ? આમ ખાલી અભેદ-ધ્યાનની કેટલી બધી તાકાત ! કેટલો બધો પ્રભાવ ! આમાં મુખ્યપણે સર્વવિરતિભાવ તો હોવો જ જોઇએ, એ ભૂલવાનું નથી. ધ્યાનની ભૂમિકા કેમ બને ? સંસારવાસમાં બેઠા પણ ગુણસાગર-પૃથ્વીચંદ્ર-ભરત ચક્રવર્તી વગેરેએ આ જ રીતે કેવળજ્ઞાન મેળવ્યાં. વીતરાગ અને સિદ્ધનું ધ્યાન કરનાર ધ્યાતા અંતે વીતરાગ અને સિદ્ધ સ્વરૂપ બને છે. પરંતુ અહીં એક ખાસ સમજી રાખવાનું છે કે માત્ર ધ્યાન કરવા વખતે જ પોતે વીતરાગ સ્વરૂપ તથા સિદ્ધની જેમ અચ્છેઘ, અભેદ્ય વગેરે ભાવીને બેસી રહેવાનું નથી, કિન્તુ ધ્યાન સિવાયના કાળે પણ ઇષ્ટ-અનિષ્ટ પુદ્ગલના સંયોગ-વિયોગોમાં, ક્રિયામાં ને શાસ્ત્રસ્વાધ્યાયમાં પણ આ વીતરાગ અને સિદ્ધ સ્વરૂપની ભાવનાનો ઉપયોગ કરવાનો છે, જેથી એમાં રાગ-દ્વેષ-આસક્તિ-વિહ્વળતા વગેરેથી બચતા રહેવાય. આવું કરતાં રહેવાય તો ધ્યાનની ભૂમિકા બનીને ધ્યાન વખતે આત્મામાં એ ભાવનાનો રંગ જામે; નહિતર ધ્યાન સિવાયના કાળે વિવિધ વિહ્વળતાઓથી જીવ પીડાતા હોય તો એ ધ્યાન વખતે એ સિદ્ધ ભગવાનના ભાવો એના હૈયે અડે જ શાના? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146