________________
સિદ્ધ
૧૨૩
સ્વાત્માને પરમાત્માથી અભિન્ન અને પરમાત્મ-સ્વરૂપ ચિંતવ્યો પ્રમાણ ગણાય.
વારંવાર આ અભેદ-પ્રણિધાન થાય તો આત્મામાં વિષય-વૈરાગ્ય, સર્વ પાપ-ત્યાગ, કષાય-નિગ્રહ, તથા ક્ષમાદિ ગુણો માટેનું બળ વધતું જાય. એની સાથોસાથ અભેદ ધ્યાનનું પણ બળ વધતું ચાલે છે, ને એક એવો ધન્ય દિવસ આવે છે કે જ્યારે પરાકાષ્ઠાનું અભેદધ્યાન થતાં આત્મા ખરેખર વીતરાગ પરમાત્મ સ્વરૂપ બની જાય છે ! ધ્યાનની સાથે શું જોઇએ ?
એમ સિદ્ધ ભગવાનનું અભેદ ધ્યાન વધુને વધુ પ્રબળ બનાવાય, તો ધ્યાતાનો આત્મા અંતે ધ્યેયસ્વરૂપ સિદ્ધ પરમાત્મા બની જાય છે. તમને થશે,
પ્ર૦ - સિદ્ધના ખાલી ધ્યાનનો આટલો બધો પ્રભાવ ?
ઉ૦ – આ સિદ્ધ ભગવાનનું અભેદ-ધ્યાન એટલે શું સમજો છો ? એ બહુ નક્કર ધ્યાન છે, કેમકે એમાં મૂળમાં સર્વ પાપત્યાગ-સર્વવિરતિ ધારી પછી સિદ્ધની જેમ પોતાનો આત્મા અચ્છેદ્ય, અભેદ્ય, અરૂપી, મેરુવત્ નિષ્પકંપ, અનાસક્ત અને અનંતજ્ઞાન જ્યોતિમય હોવાનું કલ્પવાનું છે. એટલે ત્યાં દુન્યવી ઝંઝાવાતોઆપત્તિઓની લેશપણ અસર લેવાની નથી. કદાચ તલવારથી શરી૨ કપાતું હોય કે ભાલાથી વિંધાતું હોય, તો ય પોતાને તો અચ્છેદ્ય, અભેદ્યપણાનો અનુભવ ઊભો રાખવાનો છે. આમાં કષાયોને ક્યાં જગ્યા રહી ?
એથી ઉલ્ટું, ગમે તેવા રળિયામણા પ્રલોભનો સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org