Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 130
________________ સિદ્ધ ૧૨૧ કરવાનું. અંતરાત્માને એનાથી ભાવિત-વાસિત-રંગાયેલો કરવાનો. કસ્તુરીના ડાભડામાં મૂકેલ દાતણ કસ્તુરીથી ભાવિત થાય છે, વાસિત થઈ જાય છે; એમ અંતરાત્માને નિર્વિકારતાથી, નિષ્કષાયતાથી અને રતિઅરતિ રહિત ઉદાસીનતાથી ભાવિત કરવાનો. તે આપણો આત્મા જાણે ખરેખર નિર્વિકાર-ઉદાસીન-અનાસક્ત-વીતરાગ છે ! જાણે ખુદ મહાવીર પરમાત્મા છે ! એવો ભાસ થાય એ અભેદ-પ્રણિધાનની છાયા છે. અહીં એટલું ધ્યાનમાં રહે કે આપણે ભગવાન મહાવીર પ્રભુના લાખમાં ક્રોડમા અંશમાં નથી, પરંતુ એ તરફ પા-પા પગલી કરવા અનુભવજ્ઞાનનો આ એક અભ્યાસ છે, આ એક અભેદ-પ્રણિધાનનો કલ્પનાથી અભ્યાસ પ્રયોગ છે. સિદ્ધનું અભેદ-ધ્યાન કેમ બને? જેવું ભગવાન અરિહંતદેવનું અભેદ-પ્રણિધાન, એવું સિદ્ધ ભગવાનનું અભેદ-પ્રણિધાન કરવા માટે પહેલાં સિદ્ધના સંભેદ પ્રણિધાનમાં આપણી નજર સામે બહારમાં સિદ્ધશિલા પર સિદ્ધ ભગવાન ધારવાના, એમના અરૂપી શુદ્ધ સ્વરૂપ પર મન કેન્દ્રિત કરવાનું - એ થાય પછી બહારને બદલે હવે આપણી અંદરમાં સિદ્ધને ધારવાના, સ્ફટિક જેવા બિલકુલ સ્વચ્છનિર્મળ-અરૂપી-શાશ્વત-સ્થિર-શાન-તેજોમય ને અશરીરી સિદ્ધ ઉપર મને કેન્દ્રિત કરવાનું. પછી એ સિદ્ધનું પ્રતિબિંબ આપણા આત્મા પર ઝીલવાનું. એ એવું પ્રતિબિંબ હોય કે આપણો આત્મા સિદ્ધસ્વરૂપમાં તન્મય થઈ ગયો હોય ! અર્થાત્ આપણો આત્મા જ જાણે સિદ્ધ સ્વરૂપવાળો લાગે ! એટલે કે સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146