________________
૧૨૦
નવપદપ્રકાશ રોજ ગોચરી જઈએ છીએ, રોજ ભિક્ષા વિના પાછા ફરીએ છીએ, છતાં અવિકૃત રહીએ છીએ. રાબેતા મુજબ ગોચરી માટે નીકળવાનું એટલું જ, પરંતુ લેવા જવા માટે એવી ન ઉત્સુક્તા, કે ન અપ્રાપ્તિમાં દીનતા યા નિરાશા, ને ગોચરી વિના પાછા આવ્યા પછી પણ એનો એકપણ વિકલ્પ નહિ, તેમ પારણું મળતાં પણ હરખ નહિ, એવી નિર્વિકારતા સ્વમાં આરોપવાની.
સમવસરણ, નવ કમળ, ૮ પ્રાતિહાર્ય, ઝૂકી ઝૂકીને નમતી ને સામું ટગર ટગર જોઈ રાજી થતી ઇદ્રાણીઓ અપ્સરાઓ.. બધી શોભા-ઐશ્વર્ય-દબદબો જાણે આપણને મળ્યો છે, છતાં ન હરખ, ન મદ, ન લેશ માત્ર આકર્ષણ! આસક્તિ નહિ. ““નરો વા કુંજરો વા' મારે કશી નિસ્બત નથી. એ હકીકત જોઈ એટલું જ; પણ કોઈ રાગ-હરખની અસર ન લીધી, નિર્વિકાર રહ્યા છીએ.” આમ કલ્પવાનું.
આમ વિવિધ ઈષ્ટ-અનિષ્ટ, અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગમાં આપણે જાણે મહાવીર પ્રભુ ! તે નિર્વિકાર રહીએ છીએ ! જાણે જ્ઞાન અનંતુ છે, પણ પ્રભુની જેમ સાગરવર-ગંભીર છીએ ! વસ્તુના ભૂત ભાવિ ઊંડાણ સુધી જોનાર છીએ, છતાં નિરભિમાની છીએ ! નિર્વિકારતાથી ભાવિતઃ
અભેદ-ધ્યાનમાં આ બધું લાવતાં નિર્વિકારતા પાકી રાખવાની; કોઇ રાગ નહિ, દ્વેષ નહિ, કોઈ કામ-ક્રોધ-લોભ નહિ, કોઈ હરખ નહિ, ખેદ નહિ. એમ નિર્વિકારતાનું માત્ર ચિંતન જ નહિ, કિન્તુ અંતરાત્મામાં એનું પરિણમનભાવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org