________________
૧૧૮
નવપદ પ્રકાશ
નજર સામે ને નજર સામે તરવર્યા કરે, એમ તરવરવાનું ચાલુ છે ને ધ્યાન ચાલુ છે, એમાં હવે અભેદ ધ્યાનમાં જવું છે તેથી ધ્યાનના વિષય યાને ધ્યેયને હવે નજર સામે બહારમાં ન રાખતાં આપણા શરીરની અંદર હ્રદયમાં રાખી આંતરિક નજરે ત્યાં ધ્યાનથી જોયા કરવાના એ પણ પૂર્વે કહ્યું તેમ અહોભાવ અને ગદ્ગદ્ભાવ સાથે જોયા કરવાના. હૃદયમાં ન ફાવે તો મગજમાં અર્થાત્ લલાટની અંદર જોવાના; તે પણ ધ્યેયની વિશેષતાઓ સાથે જોવાના.
હવે જ્યારે અંતરમાં અરિહંત-સિદ્ધ આદિ ધ્યેયને જોઇએ ત્યારે, અભેદ-પ્રણિધાનમાં એટલે કે અભેદધ્યાનમાં જવા માટે, ધ્યેયના ગુણ આપણા આત્મામાં આરોપવાના છે. એ માટે એ કરવાનું કે ધ્યેયનું પ્રતિબિંબ આપણા આત્મા પર પડે છે, એમ કલ્પના કરવાની. એ પ્રતિબિંબ પણ ગુણ સહિત ધ્યેયનું કલ્પવાનું.
દા.ત. અરિહંતને બહિર્ષ્યાનમાંથી અંતર્ધ્યાનમાં લાવ્યા એટલે અંતરમાં અરિહંતને વીતરાગ સર્વજ્ઞ તરીકે જોવાના, અને એમનું પ્રતિબિંબ આપણા આત્મામાં વીતરાગતા-સર્વજ્ઞતા સાથે ઝીલવાનું. એ પ્રતિબિંબ ઝીલીએ એંટલે આપણને એમ લાગે કે જાણે વીતરાગ અરિહંત આપણા આત્મામાં સંક્રમી ગયા ! તેથી આપણો આત્મા પણ વીતરાગ-સર્વજ્ઞ જેવો ભાસે. ખાસ તો વીતરાગ એટલે રાગ કૃષ અવિરતિ-આસક્તિ, કામ-ક્રોધ લોભ, મદ-માયાદિ વિકાર વિનાનો ભાસે ! એમ કલ્પવાનું.
આ નિર્વિકારતાનો આપણામાં અવતાર દૃઢ કરવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org