________________
સિદ્ધ
૧૧૭. અહોભાવ સાથે અને દિલ ગળગળું કરીને એમના પર મન એકાગ્ર કરવાનું છે. સિદ્ધનું ધ્યાન કેમ ધરવું?
એમ સિદ્ધનું ધ્યાન ધરવા માટે સિદ્ધ ભગવંતોને સિદ્ધશિલા ઉપર મનથી જોતાં રહેવાનું તે પણ એમણે કરેલા સર્વ કર્મક્ષયના શ્રેષ્ઠ અને જંગી પુરુષાર્થ તથા એમના અનંત ગુણો અને તન્દ્ર શુદ્ધ અવસ્થા, તથા એમના અ-સાંયોગિક સ્વાભાવિક અનંત સુખ પર ઓવારી જઈ “અહો ! કેવું અપ્રતિમ આત્મપરાક્રમ ! અહો ! કેવા અનંત ગુણો ! અહો ! કેવા પૂર્ણ શુદ્ધ અને અનંત સુખ સંપન્ન !” એવા અહોભાવ સાથે ધ્યાન કરવાનું. એમાંય દિલ ગળગળું કરવાનું. દિલ ગળગળું એટલા માટે થાય કે “મારે જે જોઈએ છે, એ હે સિદ્ધ ભગવાન ! આપે પ્રાપ્ત કરી લીધું, ને હું હજી સંસારમાં કર્મબેડીએ જકડાયેલો ગુલામ તથા અનંત દોષ ભરેલો રહ્યો છું!'
આ સંભેદ-ધ્યાનમાં આપણે અરિહંત કે સિદ્ધ ભગવાનને આપણાથી ભિન્ન તરીકે સામે જોઇએ છીએ તેથી આ સંભેદ પ્રણિધાન છે. આપણે ધ્યાતા છીએ, અને ધ્યાનનો વિષય અરિહંત-સિદ્ધ એ ધ્યેય છે; ધ્યાતા ને બેય જુદા હોવાથી સંભેદ પ્રણિધાન કહેવાય છે. અભેદ-ધ્યાનમાં કેમ જવાય?
(૨) અભેદ-પ્રણિધાન એટલે અભેદ-ધ્યાન, જેમાં ધ્યાતા અને ધ્યેય એક રૂપે ભાસે, પ્રસ્તુતમાં અરિહંત કે સિદ્ધનું સંભેદ પ્રણિધાન Æયથી ખૂબ વાર કરાય એટલે એ કરતાં એના સંસ્કાર વચ્ચે જ જાય. સંસ્કારો વધતાં અરિહંત-સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org