________________
સિદ્ધ
૧૩૫
ભગવાનને જોઇ એમની કીકીઓમાં દર્પણની જેમ નિર્વિકારતા જોવાની, આવું માત્ર પ્રતિક્રમણમાં નહિ કિન્તુ જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ત્યારે ‘લોગસ્સ'ના આલંબને ચોવીસ અને અનંત સિદ્ધ ભગવાનોની કીકીઓમાં નિર્વિકારતા અને ઉદાસીનતા જોયા જ કરીએ - ‘નિર્વિકારતા' એટલે રાગ-દ્વેષ, રતિ-અતિ વગેરે કશો વિકાર નહિ; ‘ઉદાસીનતા’ એટલે કશી નિસ્બત નહિ, લેણદેણ નહિ; અને એ ભાવ આપણા પોતાના મૂળ સ્વરૂપમાં હોવાનું જોયા જ કરીએ એટલે આપણા આત્મામાં એના સંસ્કાર પડયા જ કરે. એમ એ અઢળક સંસ્કારોનો જથ્થો ભેગો થાય.
એ દર્શન અને સંસ્કારોના જથ્થાના બળ ઉપર આપણને આપણા વર્તમાન રાગાદિ વિકારો મોળા પડતા બનાવવાનું મન થાય, આપણા મનને જડની નિસ્બત ઓછી લાગે. એવું કરતા આપણને નાટક લાગે કે આ શું નાટક ? જગતના પદાર્થો એના રંગ બદલતા જાય, ને મારે એ પ્રમાણે રાગાદિના નાચ કરતા જ જવાનું ? હું સ્વરૂપે વીતરાગ, તે મારે વળી જડને આધીન રહી રાગ ને દ્વેષ કરવાના ? હું જડથી અળગો, અલિપ્ત ને મારે વળી એની સાથે સંબંધ માનવાનો ? એની સાથે નિસ્બતનો નાચ કરવાનો ?
આમ સિદ્ધ ભગવાનના વારંવારના ધ્યાનથી લાભ આ થાય કે જગતના જડ-ચેતન પદાર્થ સાથે મનથી નિસ્બત ઓછી રાખતા રહીએ. તેમજ એ પદાર્થો અંગે રાગ-દ્વેષ-મદ-મૂર્છા વગેરે ઓછા કરતા જવાય. જીવન પર આના સુંદર પ્રત્યાઘાત એ પડે કે જગતના પદાર્થો ખાતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org