________________
સિદ્ધ
૧૩૩
દર્શનમય છે, વીતરાગ અવસ્થાનું છે, એ નજર સામે ને નજર સામે રહે એટલે તો એની સામે આપણી વર્તમાન અજ્ઞાનભરી અને રાગ-દ્વેષાદિવાળી અવસ્થા પર ઘૃણા થાય કે, “અરેરેરે ! આ મારી કેવી દુર્દશા ? ક્યાં મૂળમાં મારી પોતાની જ અનંત જ્ઞાનમય અવસ્થા ? ને ક્યાં આ અનંત અનંત કાળથી ચાલી આવતી મારી અજ્ઞાનતા મૂઢતાભરી દશા ! શા સારું મારે આ ગોઝારી અજ્ઞાનતા મૂઢતાભરી દશા ઉપરની પ્રવૃત્તિઓમાં રાચવા માચવાનું ? એ મારે કેટલું શોભાસ્પદ છે ? કયારે આમાંથી છૂટું !''
ધ્યાનમાં રહે કે રસમય દુન્યવી પ્રવૃત્તિ લગભગ અજ્ઞાનતા અને મૂઢતા પર ચાલ્યા કરે છે.
આ રીતે સિદ્ધ ભગવાનના ધ્યાનથી આપણા પોતાનાં જ મૂળભૂત શુદ્ધ સ્વરૂપ પર મન કેન્દ્રિત કરતાં વર્તમાન જડમુખી પ્રવૃત્તિ પર ઘૃણા થાય, ગ્લાનિ થાય, એટલે એમાં રાચવા માચવાનું બંધ થઈ જાય, એનો રસ ઘટતો આવે, એને નિર્ધ્વસપણે આચરવાનું બંધ થઇ જાય, અને તેથી કર્મબંધ અલ્પ થાય, તેમજ બીજી બાજુ આત્મહિતકર પ્રવૃત્તિમાં રસ જાગે, વધે, લયલીનતા આવે. સિદ્ધ ભગવાનના ધ્યાનનું આ પરિણામ કેટલું બધું સુંદર છે !
ત્યારે સવાલ આ આવીને ઊભો રહે કે
પ્ર૦- એવું ધ્યાન રોજિંદું શી રીતે ચલાવાય ?
ઉ- સિદ્ધનું રોજિંદુ ધ્યાન ધરવા માટે એક ઉપાય આ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org