________________
સિદ્ધ
૧૩૧
હેત વધે છે; એથી ઉલ્ટું તે હાલતો ચાલતો ન હોય, શાંત પડી રહ્યો હોય, તો મનને દુઃખ લાગે છે ! ત્યારે જો ઉદ્ધત છોકરો હોય, ને તે લાત લગાવે તો મગજનો પારો આસમાને ચઢી જાય ! આ બધું મનના હિસાબ પર સુખદુ:ખ વધી જવાનું ગણિત સૂચવે છે; ને સિદ્ધ ભગવાનનું ધ્યાન નહિ કરવા પર મનનું દુ:ખ વધે છે.
સિદ્ધના ધ્યાનથી પાવર મળે :
જો આપણે સિદ્ધ ભગવંતને અવસરે અવસરે ધ્યાનમાં લાવીએ છીએ તો એવા પાવર મળે છે કે કર્મની પીડાના ભાગાકાર થાય; કેમ કે એમાં સિદ્ધની જેમ આપણા આત્માનું સ્વરૂપ કર્મમુક્ત ભાવવાનું મળે છે. ત્યાં મનને એમ થાય કે ‘હું તો નિરંજન, નિરાકાર, શુદ્ધ જ્ઞાન-જ્યોતિમય છું; બાકી બધું મારાથી તદ્દન ભિન્ન સ્વરૂપવાળા જડ પુદ્ગલના ઘરનું છે. એની સાથે મારે શી નિસ્બત ?' આ ભાવનાના સંસ્કારથી તમાચ કે ફૂલહારના અવસરે મનને થાય કે ‘મારે શત્રુ ય નથી, સગા ય નથી. એમ તમાચ કે ફૂલહાર મને અરૂપી શુદ્ધ આત્માને અડતા જ નથી, તો એમાં દુ:ખી કે આનંદિત શું થવું હતું ? મારે નિર્લેપ રહેવાનું.'
સિદ્ધ ભગવંતનું ધ્યાન એવી નિર્લેપ રહેવાની શક્તિ આપે છે. તે સિદ્ધ ભગવંતને ભૂલીએ એટલે બીજું, ત્રીજું મનમાં આવીને કર્મની પીડાના ગુણાકાર થાય છે, માનસિક પીડા વધી જાય છે.
શારીરિક પીડા કરતાં માનસિક પીડા મોટી છે. દા.ત. શરીરે ગૂમડું થયું હોય તે પાકે ત્યારે લપકારા મારે, તે શારીરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org