________________
સિદ્ધ
૧૨૯ આપણાં દર્શન-શ્રવણ-સ્મરણ ત્રણેય રાગ-દ્વેષથી ખરડાયેલ રહે છે, અને આશ્ચર્ય છે કે આપણને એવું જ દર્શન વગેરે ગમે છે, ને વીતરાગદર્શન નથી ગમતું ! નહિતર દરેક દર્શન-શ્રવણ કે સ્મરણમાં આપણે રાગ કે દ્વેષ શા માટે જોડતા હોત?
વીતરાગ દર્શન એટલે ઉદાસીનભાવે માત્ર જોવાનું, પણ બીજું કાંઈ “આ સરસ ! આ ડેમ કલાસ! પેલું હાઈ કલાસ !” એવું આકર્ષણ-વિકર્ષણ યાને રાગ-દ્વેષ, રતિ-અરતિનું લફરુ લગાડવાનું નહિ. દર્પણમાં પ્રતિબિંબ પડે એટલે કે દર્પણને દર્શન થાય છે. એમાં દર્પણને રાગ દ્વેષ ખરા? દર્પણ વસ્તુને ટકા આપે ? ના, કશું નહિ, શુદ્ધ દર્શન, શુદ્ધ પ્રતિબિંબ. એમ વીતરાગ-દર્શનમાં દર્પણની જેમ સ્વસ્થતાથી દર્શન, રાગાદિથી લહેવાઈ ગયા વિનાનું દર્શન. અસ્વસ્થ અર્થાત્ રાગી, દેખી, હર્ષિત, કે ખિન્ન થઈને કાંઈ જોવાનું નહિ, સ્મરવાનું નહિ, કે સાંભળવાનું નહિ.
સિદ્ધ ભગવંતને વિતરાગ દર્શન છે, વળી સિદ્ધ ભગવંત “સમગ્ર-લોગગ્ન-૫ય-પ્રસિદ્ધ”
સમગ્ર જે લોક આખો લોકાકાશ, - તેનો અગ્રભાવ, ત્યાંનું જે પદ-સ્થાન, તેમાં પ્રસિદ્ધ એટલે કે પ્રકણ ઉત્કૃષ્ટતાથી સિદ્ધ થયેલા; એટલે કે શાશ્વત કાળ માટે અવસ્થિત બનેલા, સ્થિર થઈ ગયેલા છે. દુનિયાની કોઈ સત્તા નથી કે હવે તેમને ત્યાંથી ખસેડી શકે. એવા જે સમગ્ર સમસ્ત સિદ્ધોનું હંમેશા ધ્યાન કરો.
સમગ્ર લોકના અગ્રભાગમાં રહેલા એવા સમગ્ર સિદ્ધોનું હંમેશા ધ્યાન કરો) નિä જિ લાપદ એમાં નિર્વે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org