________________
૧૩૨
નવપદ પ્રકાશ પીડા છે. પણ એવા કેટલાય વિકલ્પો થાય કે “હાય ! કેટલી બધી પીડા !' એ માનસિક પીડા છે. એથી માનસિક પીડા વધી ગઈ. લપકારા શાંત થઈ જાય, ત્યારે પણ શારીરિક વેદના નહિ છતાં માનસિક પીડા હોઈ શકે કે “હાય ! આ ગૂમડું ક્યારે મટશે? મારાં આ કેટલાં કામ બગાડે છે?” આ માનસિક પીડા પેલી શારીરિક પીડા કરતાં વધુ ખરાબ છે; કેમ કે એ જીવને કાયર, કંગાલ, તામસી બનાવે છે, આર્તધ્યાન અને અસમાધિ કરાવે છે, મફતિયા કર્મ બંધાવે છે. ત્યાં માનસિક પીડા દૂર કરવા સિદ્ધ ભગવંત સહાયક બને છે; કેમ કે શારીરિક પીડાને પોતાના શુદ્ધ આત્માથી તદ્દન અલગ બતાવી દે છે. એનાથી પોતાને તદ્દન અલિપ્ત બતાવી દે છે. - “નિચ્ચે પિ ઝાએહ” આમાં “પિ' કહીને સૂચવ્યું કે અવસરે તો સિદ્ધ ભગવંતનું વિશેષતઃ ધ્યાન ખરું જ, પણ સામાન્યથી હંમેશ તેમનું ધ્યાન કરો.
સિદ્ધ ભગવંતના ધ્યાનની શી વિશેષતા? તો કે પહેલાં નીચી કક્ષાના આરાધક હોઈએ તો હવે ઊંચી કક્ષાના આરાધક જેવો આત્માનંદ મળે. તે સિદ્ધ ભગવાનનું ધ્યાન રહે એટલે શું? આપણી જ સિદ્ધ અવસ્થાનું ધ્યાન રહે. તેથી સિદ્ધનું ધ્યાન કરતા હોઈએ ત્યારે આપણી જ મૂળભૂત શુદ્ધ અવસ્થાનું યાને આપણા જ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. હવે એના લાભ વિચારીએ કે –
આપણા શુદ્ધ સ્વરૂપ ઉપર મન કેન્દ્રિત કરવાથી શું પરિણામ આવે?
આપણું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ અનંત જ્ઞાનમય છે, અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org