Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 131
________________ ૧૨૨ નવપદ પ્રકાશ કર્મ-રહિત, શરીર-રહિત, અહંત્વાદિ-વિકાર-રહિત, શુદ્ધ જ્યોતિ રૂપ દેખાય. એટલે શું આવ્યું ? સિદ્ધનું ધ્યાન સ્વાત્માના અભેદભાવે કર્યું. અભેદ-પ્રણિધાનની આ છાયા થઈ. અનુભવજ્ઞાન : શાસ્ત્રકારો આવા અભેદ ધ્યાનને અનુભવજ્ઞાનમાંથી થવાનું કહે છે. ‘અનુભવજ્ઞાન' એટલે અરિહંતપ્રભુના કે સિદ્ધ ભગવાનના ગુણોનું સંવેદન. એ આપણે જ ઊભું કરવાનું છે. જાણે આપણા પર ઉપસર્ગ આવ્યો ને આપણે જ ભગવાનના ક્ષમા-અહિંસાદિ ગુણોનો જાણે અનુભવ કરીએ છીએ એટલે કે આપણા પોતાના એ ગુણ તરીકે આંતર સંવેદન કરીએ છીએ, એવો ભાસ થાય. “પણ તુજ દરસણ યોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ” શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે : ‘હે પ્રભુ ! તમારા દર્શનનો યોગ મળવાથી મારા હ્દયમાં તમારા ગુણોનું અનુભવજ્ઞાન થયું, સંવેદન થયું. આ શી રીતે થયું ? દર્શન-યોગથી એટલે કે પોતાનામાં પ્રભુનું અભેદ ભાવે દર્શન કરવાથી અર્થાત્ પોતાના અંતરમાં ભગવાનના અભેદ-પ્રણિધાનથી પોતાના આત્માને ભગવાનથી અભિન્ન કલ્પ્યા. હવે જ્યારે સ્વાત્માને પરમાત્મા જ કલ્પવા હોય તો પરમાત્માના ગુણો, રાગરહિતતા, દ્વેષરહિતતા, ક્ષમા, સમતા... વગેરેને પોતાના આત્મામાં સ્થાપવા પડે. એ સ્થપાય તો જ પરમાત્માનો અભેદ સ્વમાં અનુભવાય. અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146